લાલ નિશાનમાં શરૂ થયા બાદ બપોરે 3.30 કલાકે તો શેરબજાર લીલા નિશાનમાં પરત ફરીને બંધ થયું. બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 212 પોઇન્ટના વધારા સાથે  83,526.59 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 31.35 પોઇન્ટના વધારા સાથે 25,674.15 અંકે બંધ થયું. 

શેરબજાર લીલા નિશાનમાં બંધ

એશિયન બજારોમાં ઘટાડા વચ્ચે  ભારતીય શેરબજારો શુક્રવારે (6 ફેબ્રુઆરી) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં વધઘટ સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. દલાલ સ્ટ્રીટના રોકાણકારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નાણાકીય નીતિના નિર્ણયની અસરને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત હતા. IT અને PSU બેંકિંગ શેરમાં ઘટાડાને કારણે બજાર દબાણમાં આવ્યું. જોકે, FMCG શેરમાં વધારાથી પણ બજારને ટેકો મળ્યો. RBI એ રેપો રેટ 5.25% પર રાખવાનો નિર્ણય લીધો છે. આ પછી, બેંકો, NBFCs, ઓટો અને રિયલ એસ્ટેટ જેવા વ્યાજ દર સંબંધિત ક્ષેત્રોના શેરમાં મિશ્ર ટ્રેડિંગ જોવા મળ્યું.

આરબીઆઇએ રેપો રેટ પર નિર્ણય જાહેર કર્યો 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ શુક્રવારે (6 ફેબ્રુઆરી) રેપો રેટ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો. વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સમિતિએ મુખ્ય નીતિ દર, રેપો રેટ, 5.25% પર રાખવાનો નિર્ણય લીધો. આ ચાલુ નાણાકીય વર્ષની સમિતિની છેલ્લી દ્વિમાસિક નાણાકીય નીતિ છે.


RBI ની નાણાકીય નીતિ સમિતિએ 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી તેની નીતિ બેઠકમાં 'તટસ્થ' વલણ જાળવી રાખ્યું હતું. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ નીતિ બેઠક પછી આ નિર્ણયની જાહેરાત કરી. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025 થી વ્યાજ દરમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.