ઇરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયરની જાહેરાત બાદ શેરબજારમાં ઉછાળો આવ્યો હતો પરંતુ આજે શેરબજારમાં ઘટાડાનો દોર ફરી એકવાર જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ ટ્રેડ કરી રહ્યા છે. 

શેર બજારમાં દબાણ જોવા મળ્યું 

એશિયન બજારોમાં નબળા વલણ વચ્ચે, ભારતીય શેરબજાર ગુરુવારે (9 એપ્રિલ) નીચા સ્તરે ખુલ્યા. બેંકિંગ શેરોમાં નફા-બુકિંગ અને કમાણીના પરિણામો પહેલા IT શેરોમાં વેચવાલીથી બજાર દબાણમાં છે. બુધવારે શરૂઆતમાં, ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ બેન્ચમાર્ક સૂચકાંકો - નિફ્ટી-50 અને સેન્સેક્સ - લગભગ 4 ટકા વધીને બંધ થયા હતા. જ્યારે ગુરુવારે તો શેરબજારમાં દબાણ જોવા મળ્યું. 

સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાને બંધ 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 931.25 પોઇન્ટના ઘટાડા સાથે 76,631 અંકે બંધ થયો છે. જ્યારે નિફટી 228 પોઇન્ટના ઘટાડા સાથે 23,768.45 અંકે ખૂલ્યો છે. 

લાલ નિશાનમાં ખૂલ્યુ શેરબજાર

30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ આજે 300 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 77,319 પર ખુલ્યો, જ્યારે ગુરુવારે તે 77,562 પર બંધ થયો હતો. સવારે 9:30 વાગ્યે, તે 179.42 પોઈન્ટ અથવા 0.23 ટકા ઘટીને 77,383.48 પર રહ્યો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 પણ 23,909 પોઈન્ટ પર નબળાઈ સાથે ખુલ્યો. . સવારે 9.30  વાગ્યે, તે ૫૨.90 પોઈન્ટ અથવા 0.22 ટકા ઘટીને 23,944,45 પર ટ્રેડ થઈ રહ્યો હતો.