વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં શુક્રવારે (20 માર્ચ) સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે તેજી જોવા મળી. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ થયા. સેન્સેક્સ 389 પોઇન્ટના વધારા સાથે 74,596.93 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 132.80 પોઇન્ટના વધારા સાથે 23,134.95 અંકે બંધ થયો.
શેરબજારે સવારે મજબૂત કરી હતી શરૂઆત
આજે સવારે, ભારતીય શેરબજારે મજબૂત શરૂઆત કરી હતી. BSE સેન્સેક્સ 790.56 પોઈન્ટ અથવા 1.07% ના વધારા સાથે 74,997.80 પર ખુલ્યો હતો. દરમિયાન, NSE નિફ્ટી 50 208.05 પોઈન્ટ અથવા 0.90% ના વધારા સાથે 23,210.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારમાં તેજીના કારણો
ઇઝરાયલના ગેસ અને ઓઇલ રિફાઇનરીઓને નિશાન નહીં બનાવવાના નિવેદન બાદ આજે શેરબજારમાં ઘટાડો અટકી ગયો હોય તેવું લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલે સંકેત આપ્યો છે કે તે ઇરાનની ઓઇલ અને ગેસ રિફાઇનરીઓ પર હુમલો કરવાનું ટાળશે. પરિણામે, તેલ પુરવઠામાં વિક્ષેપ અંગે રોકાણકારોનો ભય કંઈક અંશે ઓછો થયો છે.
ઇઝરાયલના આ નિવેદન પછી, આજે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો, જે પ્રતિ બેરલ $119 થી તીવ્ર ઘટાડો થઈને $105 પ્રતિ બેરલ આસપાસ રહ્યો.
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વચ્ચે તણાવ ઓછો થવાના અહેવાલો વચ્ચે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.
શેરબજારમાં ગઈકાલે 3 ટકાના ઘટાડા બાદ, ઘણા મૂળભૂત રીતે મજબૂત શેરોના ભાવ ઘટ્યા છે. આ ડિસ્કાઉન્ટેડ મૂલ્યાંકનનો લાભ ઉઠાવીને, રોકાણકારો હાલમાં જોરશોરથી ખરીદી પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Crude Oil Price: ટ્રંપનો યુ ટર્ન! અમેરિકાનો એક નિર્ણય અને સસ્તુ થઇ શકે છે કાચુ તેલ