અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-અમેરિકા વેપાર સોદા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં PM નરેન્દ્ર મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્યા છે અને બંને દેશો વચ્ચે વેપાર સોદાને આગળ વધારવા અંગે સકારાત્મક સંકેતો આપ્યા છે. બીજી તરફ પીએમ મોદીએ ટ્રમ્પની પોસ્ટ પર ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને નજીકના મિત્રો અને કુદરતી ભાગીદારો તરીકે પણ ગણાવ્યા છે. આ સમાચારોની અસર બુધવારે ભારતીય શેરબજાર પર જોવા મળી..ભારતીય શેરબજાર તેજી સાથે ખૂલ્યું.
તેજી સાથે માર્કેટ બંધ
શેરબજારની શરૂઆત ધમકેદાર રહી ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ બંધ રહ્યા. સેન્સેક્સ 329 પોઇન્ટના વધારા સાથે 81430 અંકે જ્યારે નિફ્ટી 110 પોઇન્ટના વધારા સાથે 24,979 અંકે બંધ થયું.
લીલા નિશાનમાં ખૂલ્યું શેરમાર્કેટ
શેરબજારમાં તેજી જોવા મળી . સવારે 9.31 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 383 પોઇન્ટના વધારા સાથે 81,485.10 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 116.05 પોઇન્ટના વધારા સાથે
24,984 અંકે ખૂલ્યો.
https://twitter.com/narendramodi/status/1965597878237139351
વૈશ્વિક બજારમાંથી પણ બજાર માટે સારા સંકેતો
- જો આપણે વિદેશથી માર્કેટ માટે મળી રહેલા સારા સંકેતોની વાત કરીએ તો GIFT નિફ્ટીથી લઈને જાપાન,હોંગકોંગ, દક્ષિણ કોરિયા સુધી, બધા એશિયન બજારોમાં તોફાની તેજી જોવા મળી રહી છે.
- એક તરફ, GIFT નિફ્ટી 107.50 પોઈન્ટના ઉછાળા પછી 25,027.50 પર ટ્રેડ કરી રહ્યો છે.
- જ્યારે જાપાનનો નિક્કી 174 પોઈન્ટના વધારા સાથે 43,633 પર ટ્રેડ કરી રહ્યો છે.
- હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સની વાત કરીએ તો અહીં પણ 198.86 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને આ ઈન્ડેક્સ 26,115.50 પર ટ્રેડ કરી રહ્યો છે
- . આ સાથે, કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 46.13 પોઈન્ટ વધી રહ્યો છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices