મંગળવારે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. બેન્ચમાર્ક સેન્સેક્સમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) કંપનીઓના શેરમાં થયેલા વધારાએ તેજીને વેગ આપ્યો. બપોરે 3.30 કલાકે 330 પોઇન્ટના વધારા સાથે સેન્સેક્સ 81,117 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી +103.80 પોઇન્ટના વધારા સાથે 24,876 અંકે બંધ થયો. 

કયા શેર્સમાં તેજી ? 

સેન્સેક્સમાં, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, HCL ટેક, બજાજ ફિનસર્વ અને TCS જેવા શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી, જે 0.5% થી 4.5% વધીને. તે જ સમયે, ટાઇટન, ટ્રેન્ટ, એટરનલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારના વ્યાપક ચિત્ર પર નજર કરીએ તો, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.22% ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.02% નો નજીવો વધારો થયો હતો.

એશિયન બજારોમાં કેવી છે સ્થિતિ ?

એશિયન બજારોમાં આજે અસ્થિરતા જોવા મળી. ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.19% ઘટ્યો, જ્યારે હોંગકોંગનો Hang Seng 0.3% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.49% ના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.9% ઉછળીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો. આ સતત બીજો દિવસ છે જ્યારે નિક્કી વધ્યો છે. વડા પ્રધાન શિગેરુ ઇશિબાના રાજીનામાની જાહેરાત પછી બજારમાં મજબૂતી જોવા મળી.

વોલ સ્ટ્રીટ પર ટેક શેરો ચમક્યા

સોમવારે યુએસ બજારો વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 0.25%, નાસ્ડેક 0.45% અને S&P 500 ઇન્ડેક્સ 0.21% વધ્યા. નાસ્ડેકે નવો રેકોર્ડ બનાવ્યો. ટેક શેરોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. રોકાણકારોને આશા છે કે યુએસ ફેડરલ રિઝર્વ આવતા અઠવાડિયે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices