શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે માર્કેટ +638.12 પોઇન્ટના વધારા સાથે 85,567.48 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 195.20 પોઇન્ટના વધારા સાથે 26,161.60 અંકે બંધ થયો. આઇટી અને મેટલ શેરમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે.
તેજી સાથે શેરબજાર બંધ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સતત ત્રીજા દિવસે રોકડ બજારમાં ખરીદીનો દોર ચાલુ રાખ્યો. શુક્રવારે, FII એ રોકડ, ઇન્ડેક્સ અને સ્ટોક ફ્યુચર્સ સહિત આશરે ₹6,744 કરોડની ચોખ્ખી ખરીદી કરી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) નો વિશ્વાસ પણ મજબૂત રહ્યો. DII એ સતત 80મા દિવસે બજારમાં આશરે ₹5,700 કરોડનું રોકાણ કર્યું. આ મજબૂત રોકાણપ્રવાહ બજાર માટે એક મુખ્ય હકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
વૈશ્વિક બજારોમાં પણ તેજી
એશિયા-પેસિફિકમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળો જોવા મળ્યો. ચીનની સેન્ટ્રલ બેંકે તેના લોન પ્રાઇમ રેટને સ્થિર રાખ્યા પછી, જાપાનનો નિક્કી 225 1.86% અને દક્ષિણ કોરિયાનો KOSPI 1.9% વધ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 0.83% વધીને ખુલ્યો.
આ પણ વાંચો- Maharashtra Local Body Election Results: MNSને મોટો આંચકો, રાજ ઠાકરેનું ખાતુ જ ન ખૂલ્યું, જાણો ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટીના હાલ