સોમવારે શેરબજારની શરૂઆત લીલા નિશાનમાં થઇ હતી. ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 746 પોઇન્ટના વધારા સાથે 80,604 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 221 પોઇન્ટના ઉછાળા સાથે 24,585.05 અંકે બંધ થયો.
લીલા નિશાનમાં ખૂલ્યુ હતું શેરમાર્કેટ
એશિયાઇ બજારોમાં મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી સવારે 9.30 કલાકે લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 121 પોઇન્ટના વધારા સાથે 79,978 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 34.60 પોઇન્ટના વધારા સાથે 24,397 અંકે ખૂલ્યો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
- વૈશ્વિક સ્તરે એશિયન બજારો મિશ્ર હતા. રોકાણકારો યુએસ-ચીન ટેરિફ કરારની 12 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવામાં આવશે કે નહીં તેની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.
- યુક્રેન વિવાદ પર ચર્ચા કરવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન શુક્રવારે અલાસ્કામાં મળવાના છે.
- એશિયન બજારોમાં સોમવારે ચીનનો CSI300 0.3 ટકા વધ્યો. જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.02 ટકા ઘટ્યો. ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.31 ટકા અને દક્ષિણ કોરિયાનો KOSPI 0.04 ટકા વધ્યો.
- જાપાની બજારો ટ્રેડિંગ માટે બંધ રહ્યા.
- યુએસમાં ગયા અઠવાડિયે નાસ્ડેક કમ્પોઝિટ નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો.
- જ્યારે S&P 500 ઇન્ડેક્સ પણ લીલા રંગમાં બંધ થયો.
- ડાઉ જોન્સ ઇન્ડેક્સ પણ સપ્તાહના અંતે મજબૂત રીતે બંધ થયો.
- શુક્રવારે ડાઉ જોન્સ 0.47 ટકા, નાસ્ડેક 0.98 ટકા અને S&P 500 ઇન્ડેક્સ 0.78 ટકા વધ્યો હતો.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices