મંગળવારે શેરબજાર લીલા નિશાને જ બંધ થયુ હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નજીવો વધારા સાથે જોવા મળ્યો હતો. સેન્સેક્સ 33.24 પોઇન્ટના વધારા સાથે 83,639 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 15.30 પોઇન્ટના વધારા સાથે  25,532 અંકે બંધ થયો હતો. 

રિલાયન્સ, એચડીએફસી અને ભારતી એરટેલએ માર્કેટમાં જોશ ભર્યો છે. જો કે બેંક નિફ્ટી અને મિડકેપમાં આજે ફ્લેટ કારોબાર થઇ રહ્યું હતું. ડિફેનસ શેરમાં તોફાની તેજી જોવા મળી હતી. ઇન્ડેક્સ લગભગ 1.5 ટકા વધ્યો. બીઇએલ 3 ટકાનો ઉછાળાની સાથે લાઇફ હાઇ પર પહોંચ્યો હતો.

આઇટી શેરમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ લગભગ અડધો ટકા વધ્યું. ઓરેકલ, પરસિસ્ટેન્ટ અને ઇન્ફોસિસમાં સૌથી વધારે રોનક દોવા મળી. પરંતુ ફાર્મા અને મેટલમાં થોડુ પ્રેશર રહ્યું.

સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ક્લોઝ થયા. નિફ્ટી બેંક વધારા સાથે બંધ થયો. તેલ-ગેસ, મેટલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. એફએમસીજી, રિયલ્ટી આઇટી શેર્સમાં પ્રેશર રહ્યું,.

બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાના વધારા સાથે બંધ થયો.

ટોપ ગેનર અને ટોપ લુઝર

અપોલો હોસ્પિટલ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેંક, જીઓ ફાઇનાન્સિયલ નિફ્ટીના ટોપ ગેનર રહ્યા. જ્યારે એક્સિસ બેંક નેસ્લે, શ્રીરામ ફાઇનાન્સ, ઇટર્નલ, ટ્રેન્ટ નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા.

 એશિયાઇ બજારોની શું છે સ્થિતિ ?

  • જાપાનનો નિક્કેઇ 0.87 ટકા ઘટ્યો જ્યારે ગત સેશનમાં 11 મહિનાના હાઇ સ્તરે પહોંચ્યો હતો.
  • ટૉપિક્સ ઇન્ડેક્સ પણ 0.52 ટકાથી નીચે રહ્યો.
  • સાઉથ કોરિયામાં કોસ્પી ઇન્ડેક્સ 1.83 ટકા વધ્યો.
  • ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.15 ટકા વધ્યો
  • હોંગકોંગના માર્કેટમાં રજા હોવાને કારણે ટ્રેડિંગ બંધ રહ્યું

અમેરિકાના બજારોમાં તેજી

  • S&P 500 ઇન્ડેક્સ 0.52 ટકા વધીને 6,204.95 પર બંધ થયો.
  • Nasdaq 0.47% વધીને 20,369.73 પર પહોંચ્યો.
  • Dow Jonesમાં 275.50 પોઇન્ટનો વધારો રહ્યો અને 44,094.77 પર બંધ થયો.

વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket