ગુરુવારે શેરબજારમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાને બંધ થયુ. વાત કરીએ સેન્સેક્સની તો, સેન્સેક્સ −152.64 પોઇન્ટના ઘટાડા સાથે 83,257.05 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી પોઇન્ટના −56.10 ઘટાડા સાથે 25,397.30 અંક પર બંધ થયો 3 જુલાઈના રોજ સાપ્તાહિક F&O એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારોમાં ઘણી અસ્થિરતા જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીએ તેમનો પ્રારંભિક ફાયદો ગુમાવ્યો અને ટ્રેડિંગના છેલ્લા કલાકમાં તેજીમાં આવી ગયા.
લાલ નિશાને શેરબજાર
શેરબજારમાં ઘટાડા છતાં કેટલાક ક્ષેત્રોમાં મજબૂતી જોવા મળી. નિફ્ટી મીડિયા લગભગ 0.8% ના વધારા સાથે દિવસનો ટોચનો પ્રદર્શનકાર રહ્યો. નિફ્ટી ઓટો 0.5% વધ્યો. નિફ્ટી ફાર્મા પણ 0.3% વધ્યો. તે જ સમયે, IT ઇન્ડેક્સ લગભગ ફ્લેટ રહ્યો. બીજી તરફ, સરકારી બેંકોના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, જેના કારણે PSU બેંક ઇન્ડેક્સ 0.9% ઘટ્યો. નિફ્ટી મેટલ અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ 0.7% સુધીનો ઘટાડો જોવા મળ્યો.
વૈશ્વિક સ્તરે શેરબજારની સ્થિતિ ?
એશિયા પેસિફિકમાં આજે શેરમાર્કેટની સુસ્ત શરૂઆત રહી. રોકાણકારો અમેરિકી ફેડ ચેરમેન પૉવેલની વાતોને લઇને સતર્ક જોવા મળ્યા. તેઓએ મંગળવારે કહ્યું હતું કે જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ દર ન લગાવતા તો ફેડ અત્યાર સુધીમાં વ્યાજદરોમાં ઘટાડો કરી દેત.
આ વચ્ચે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સમાં 0.24 ટકાનો ઘટાડો થયો. કોસ્પી 0.45 ટકા તૂટ્યો
ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.42 ટકાની તેજી સાથે અપટ્રેન્ડમાં રહ્યો.
અમેરિકી સ્ટોક ફ્યૂચર્સ આજે એશિયાઇ ટ્રેડિંગમાં સ્થિર જોવા મળ્યા. વોલ સ્ટ્રીટમાં અથવાડિયાની શરૂઆતમાં સ્ટોક્સને લઇને ઓછો જોશ જોવા મળ્યો.
અમેરિકી બજારની સ્થિતિ જોઇએ તો, મંગળવારે શેર બજારમાં S&P 500 ઇન્ડેક્સ 0.11 ટકા ઘટીને 6,198.01 પર બંધ થયો. જ્યારે Nasdaq Compositeમાં 0.82 ટકાનો ઘટાડો રહ્યો જે 20,202.89 પર બંધ થયો. Dow Jonesએ સારુ પર્ફોમ કર્યુ. તે 0.91 ટકા વધીને 44,494.94 પર બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket