ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો વચ્ચે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 594 પોઇન્ટના ઉછાળા સાથે 82,380 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 186.20 પોઇન્ટના વધારા સાથે 25,255.40 અંકે બંધ થયો છે.
તેજી સાથે શેરબજાર બંધ
મહત્વનું છે કે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા કરવા માટે બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો લગભગ દોઢ મહિનાના લાંબા અંતરાલ પછી આજે થઇ રહી છે. જોકે, ઔપચારિક વાટાઘાટો આ બેઠકના પરિણામ પર નિર્ભર રહેશે.
લીલા નિશાનમાં શેરમાર્કેટ
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ સવારે 9.30 કલાકે 178 પોઈન્ટ વધીને 80,896. પર ખુલ્યો. ખુલતા સમયે ઇન્ડેક્સમાં વધઘટ જોવા મળી. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી50 24,794 પર મજબૂતીથી ખુલ્યો. સવારે 9:31 વાગ્યે 59.40 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 24,794 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
શુક્રવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. ગુરુવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ આ તેજી જોવા મળી. આ ઓર્ડરમાં જાપાની ઓટો આયાત ડ્યુટી 27.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની પુષ્ટિ કરવામાં આવી. આ સાથે, જાપાનના યુએસમાં $550 બિલિયનના રોકાણની પણ પુષ્ટિ કરવામાં આવી. આ ઉપરાંત, સેમિકન્ડક્ટર સ્ટોકમાં પણ વધારો થયો. ટ્રમ્પે જાહેરાત કરી કે જે કંપનીઓ પોતાનું ઉત્પાદન યુએસમાં નહીં લાવે તેમની પાસેથી ચિપ આયાત પર ડ્યુટી વસૂલવામાં આવશે.
યુએસ માર્કેટમાં શું છે સ્થિતિ ?
જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.39 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોપી ઇન્ડેક્સ 0.26 ટકા અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 શુક્રવારે 0.58 ટકા વધ્યો. યુએસમાં રાતોરાત વોલ સ્ટ્રીટનો S&P 500 ઇન્ડેક્સ 0.80 ટકાના વધારા સાથે રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયો. શ્રમ બજારના ડેટાએ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓને જીવંત રાખી. આ વધારો મહત્વપૂર્ણ માસિક યુએસ રોજગાર અહેવાલના એક દિવસ પહેલા જ જોવા મળ્યો હતો. ટેક શેરો પર આધારિત નાસ્ડેક કમ્પોઝિટ 1 ટકા વધ્યો. તે જ સમયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.90 ટકાનો વધારો નોંધાયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices