બુધવારે ભારતીય શેરબજારમાં થોડો વધારો જોવા મળ્યો. રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. બપોરે 1 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 391.02 પોઈન્ટ અથવા 0.53% વધીને 74,394.84 પર પહોંચ્યો. નિફ્ટી50 128.75 પોઈન્ટ અથવા 0.56% વધીને 23,250.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શેર માર્કેટ લીલા નિશાને બંધ 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ 332.63 પોઇન્ટના વધારા સાથે 74,336 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 99 પોઇન્ટના વધારા સાથે 23,217 પોઇન્ટના વધારાસાથે બંધ થયો. 

નેસ્લે ઈન્ડિયા, આઈટીસી અને એમ એન્ડ એમ વધ્યા

નેસ્લે ઈન્ડિયા, આઈટીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટી50માં ટોચના ગેઈનર્સમાં હતા. આ શેરોમાં ખરીદીથી મુખ્ય સૂચકાંકો મજબૂત થયા.

મિડકેપ્સમાં થોડો વધારો જોવા મળ્યો, સ્મોલકેપ્સમાં ઘટાડો થયો

વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.14% વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 0.15% ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

આ શેરોમાં 5% નીચી સર્કિટ લાગી

બુધવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં HFCL, Sterlite Technologies, HEG અને MTAR Technologies ના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. BSE પર આ શેરોમાં 5% નીચી સર્કિટ લાગી.

આ કાઉન્ટરો પર વેચવાલી વચ્ચે ખરીદદારોના અભાવને કારણે આ શેર 5% નીચી સર્કિટના સ્તરે પહોંચી ગયા.