બુધવારે સ્થાનિક શેરબજારમાં સકારાત્મક કારોબાર જોવા મળ્યો. IT, ખાનગી બેંક અને ફાર્મા શેરોમાં ખરીદીને કારણે, મુખ્ય સૂચકાંકો તેમના દિવસના ઉચ્ચતમ સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યા હતા.
શેરબજારમાં જબરદસ્ત તેજી
બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ 790 પોઇન્ટના વધારા સાથે 76,991.22 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી +197.55 પોઇન્ટના વધારા સાથે 24,021.65
અંકે બંધ થયું. ટ્રેન્ટ, ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) અને ICICI બેંક નિફ્ટી 50 પર ટોચના લાભકર્તાઓમાં સામેલ હતા.
આ શેરોમાં તેજી જોવા મળી
નિફ્ટીમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી તેમાં ઇન્ટરગ્લોબ એવિએશન, અદાણી એન્ટરપ્રાઇઝ, ટેક મહિન્દ્રા, ટ્રેન્ટ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે, જ્યારે સૌથી વધુ ઘટનારા શેરોમાં બજાજ ઓટો, એનટીપીસી, ઓએનજીસી, ટાટા સ્ટીલ અને ભારત ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે.
ઓટો, એનર્જી, મેટલ અને પાવર સેક્ટર સિવાય, અન્ય તમામ સેક્ટરલ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા. આમાં, ઇન્ફર્મેશન ટેકનોલોજી અને રિયલ્ટી સેક્ટરમાં 2-2 ટકાનો વધારો થયો, જ્યારે પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 1.8 ટકા વધ્યો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.10 ટકાનો વધારો નોંધાયો, અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો થયો.