બેંકિંગ શેરમાં ખરીદીની કારણે શેરબજારમાં મજબૂતી જોવા મળી રહી છે. બપોરે 3.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી પોઇન્ટના વધારા સાથે અંકે બંધ થયું.

લીલા નિશાનમાં માર્કેટ બંધ

એશિયન બજારોના મિશ્ર વલણ વચ્ચે, ભારતીય શેરબજાર સોમવારે (17 નવેમ્બર) ના રોજ, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં લીલા રંગમાં ખુલ્યા. સરકારી અને ખાનગી બેંકિંગ શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો. વધુમાં, ઓટો શેરોમાં તેજીથી પણ બજારને વેગ મળ્યો. 

લીલા નિશાનમાં ખૂલ્યું માર્કેટ

સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 266.29 પોઇન્ટના વધારા સાથે 84,829.07 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 67.15 પોઇન્ટના વધારા સાથે 25,977.20 અંકે ખૂલ્યો.

વૈશ્વિક બજારમાં શું છે સ્થિતિ?

એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.18 ટકા અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.44 ટકા ઘટ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં જાપાનના અર્થતંત્રમાં 0.4% નો થોડો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, ચીનનો CSI 300 0.6 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ 0.41% ઘટ્યો હતો. દરમિયાન, દક્ષિણ કોરિયાનો KOSPI 1.71% વધ્યો હતો.

ગયા શુક્રવારે, વોલ સ્ટ્રીટના સૂચકાંકોમાં પણ મિશ્ર પ્રદર્શન જોવા મળ્યું હતું. S&P 500 0.05 ટકા, ડાઉ જોન્સ 0.65 ટકા ઘટ્યો હતો, જ્યારે નાસ્ડેક 0.13% વધ્યો હતો. રોકાણકારો હવે આગામી કોર્પોરેટ કમાણી અને વ્યાજ દરના વલણો પર નજર રાખશે. Nvidia ના પરિણામો પણ આ અઠવાડિયે આવવાના છે.

 NDAના વિજય બાદ માર્કેટમાં તેજી

ગયા અઠવાડિયે નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં લગભગ 1.6%નો વધારો થયો હતો. કંપ NDAના વિજયનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો અને બિહારમાં NDAના વિજયથી બજારમાં ખરીદીમાં વધારો થયો હતો. IT અને ફાર્માસ્યુટિકલ શેરોમાં તેજી જોવા મળી હતી. યુએસ સરકારના ફરીથી ખુલવાથી આર્થિક સ્પષ્ટતાની આશા જાગી.