ગુરુવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી મર્યાદિત દાયરામાં (રેન્જ-બાઉન્ડ) રહ્યા હતા. સતત ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે રોકાણકારો ક્રૂડ ઓઈલના ભાવની ચાલ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

શેરબજાર લીલા નિશાનમાં બંધ 

બપોરે 3:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 67.56 પોઈન્ટ (0.09%) ઘટીને 74,696.67 પર પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી50 22.05 પોઈન્ટ (0.09%) ઘટીને 23,409.45 પર ટ્રેડ કરી રહ્યો હતો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થાય. સેન્સેક્સ 138.37 પોઇન્ટના વધારા સાથે 74,902.59 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી +46.30 પોઇન્ટના વધારા સાથે 23,477 અંકે બંધ થયો. 

નિફ્ટી50માં સામેલ કંપનીઓમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈશર મોટર્સ અને શ્રીરામ ફાઇનાન્સ સૌથી વધુ ઘટાડો નોંધાવનારા શેરો હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.36% નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.03%નો ઘટાડો જોવા મળ્યો હતો.

સેક્ટોરલ ઈન્ડેક્સમાં, નિફ્ટી PSU બેંક સૌથી સારું પ્રદર્શન કરનાર સૂચકાંક રહ્યો હતો અને તેમાં 1%થી વધુનો વધારો નોંધાયો હતો. બીજી તરફ, નિફ્ટી ઓટો અને નિફ્ટી રિયલ્ટી પર સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું.

શેરબજારમાં નજીવો વધારો 

બજાર બંધ થતાં પહેલાં CAS સત્ર દરમિયાન સેન્સેક્સમાં મજબૂત વધારો નોંધાયો હતો. નિફ્ટી પણ 23,450ની ઉપરનું સ્તર જાળવી રાખવામાં સફળ રહ્યો. જો કે દિવસભર મિશ્ર કારોબાર થયો હતો. બજારમાં વ્યાપક મજબૂતીને બદલે પસંદગીની ખરીદીનો ટ્રેન્ડ હતો. રોકાણકારોએ કેટલાક ક્ષેત્રોમાં ભારે રોકાણ કર્યું હતું. જ્યારે અન્ય ઘણા ક્ષેત્રોમાં વેચાણનું દબાણ રહ્યું હતું. આ સ્થિતિ બજારની અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતી દર્શાવે છે.

આજે કયા ક્ષેત્રોએ બજારને ટેકો આપ્યો?

આજના ટ્રેડિંગ સેશનમાં જાહેર ક્ષેત્રની બેંકોએ સૌથી મજબૂત દેખાવ કર્યો હતો. ત્યારબાદ ઓઈલ એન્ડ ગેસ અને ખાનગી બેંકિંગ ક્ષેત્રોમાં સારી ખરીદી જોવા મળી હતી. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મીડિયા, FMCG અને વિવિધ નાણાકીય સેવાઓ (ડાયવર્સિફાઇડ ફાઇનાન્શિયલ સર્વિસીસ) ક્ષેત્રો પણ સામાન્ય વધારા સાથે બંધ થયા હતા, કારણ કે રોકાણકારોએ આ ક્ષેત્રો પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું હતું.