ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ભારતીય શેરબજાર ઠપ્પ થઇ ગયુ છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા છે. 

શેરબજારમાં આજે બ્લેક ફ્રાઇ ડે 

3.30 કલાકે સેન્સેક્સ 1470 પોઇન્ટના ઘટાડા સાથે 74,563.92 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 468.70 પોઇન્ટના ઘટાડા સાથે 23,170.45 અંકે બંધ થયો. 

વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ?

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સંભવિત લાંબા સંઘર્ષ અંગે ચિંતાઓને કારણે નકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ઘટાડો વલણ ચાલુ રહે છે. ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ તેમના પ્રથમ જાહેર નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રતિકૂળ દળો પર વધારાનું દબાણ લાવવા માટે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવું જોઈએ. અહેવાલો અનુસાર, તેમણે વિરોધીઓ પર દબાણ લાવવા માટે "વ્યૂહાત્મક સાધન" તરીકે તેનો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.

રોકાણકારો શા માટે ગભરાઈ રહ્યા છે?

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં અણધારી ઉથલપાથલથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી ગઈ છે. વધુમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક રાજકીય તણાવે વૈશ્વિક અનિશ્ચિતતાને ચરમસીમાએ પહોંચાડી છે. ભારત જેવા દેશ માટે, ક્રૂડ ઓઈલનું ખૂબ મહત્વ છે, કારણ કે આપણી અર્થવ્યવસ્થા તેની આયાત પર ખૂબ આધાર રાખે છે. જ્યારે તેલના ભાવ વધે છે, ત્યારે કંપનીઓ માટે ઉત્પાદન અને પરિવહન ખર્ચ વધે છે. આની સીધી અસર તેમના નફાના માર્જિન પર પડે છે અને પરિણામે, સામાન્ય માણસ માટે ફુગાવો વધી શકે છે. આ જ ભયથી પ્રેરિત, રોકાણકારો ગભરાટમાં તેમની મૂડી પાછી ખેંચી રહ્યા છે.