સોમવાર 2 માર્ચના રોજ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર વધઘટ જોવા મળ્યા બાદ આજે રોકાણકારોને થોડી રાહતનો અનુભવ થશે. કારણ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) હોળીના કારણે મંગળવાર, 3 માર્ચના રોજ બંધ છે. જોકે 4 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવશે, પરંતુ બજારો તેમના નિર્ધારિત રજાના કેલેન્ડર મુજબ આજે બંધ રહેશે.

2026માં કુલ 16 ટ્રેડિંગ રજાઓ 

ધાતુઓ અને કોમોડિટીઝમાં વેપાર કરતું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) આજે દિવસના પહેલા ભાગમાં બંધ રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ટ્રેડિંગ ફરી શરૂ થશે. ત્યારે આવો જાણીએ આખા માર્ચ મહિનામાં માર્કેટ ક્યારે ક્યારે બંધ રહેશે.


નાણાકીય વર્ષ 2026માં ભારતીય શેરબજારમાં કુલ 16 ટ્રેડિંગ રજાઓ રહેશે. આમાંથી બે રજાઓ જાન્યુઆરીમાં ઘટી ગઈ છે. રોકાણકારો અને વેપારીઓ માટે તેમના ટ્રેડિંગ સમયપત્રક અને રોકાણ યોજનાઓને યોગ્ય રીતે ગોઠવવા માટે આ માહિતી મહત્વપૂર્ણ છે.

માર્ચ 2026માં ક્યારે માર્કેટ રહેશે બંધ ?

  • હોળી નિમિત્તે 3 માર્ચ, મંગળવારના રોજ શેરબજાર બંધ રહેશે.
  • ગુરુવાર, 26 માર્ચ, શ્રી રામ નવમી નિમિત્તે બજાર બંધ રહેશે.
  • મંગળવાર, 31 માર્ચ, શ્રી મહાવીર જયંતિ નિમિત્તે ટ્રેડિંગ થશે નહીં.

એપ્રિલ અને મે મહિનામાં ક્યારે માર્કેટ રહેશે બંધ ?

  • ગુડ ફ્રાઈડે નિમિત્તે શુક્રવાર, 3 એપ્રિલના રોજ બજાર બંધ રહેશે.
  • ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે મંગળવાર, 14 એપ્રિલના રોજ શેરબજાર બંધ રહેશે.
  • મંગળવાર, 1 મે, મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ટ્રેડિંગ થશે નહીં.

આગામી મહિનાઓનું સમયપત્રક

  • એપ્રિલ અને મે મહિનામાં બે ટ્રેડિંગ રજાઓ રહેશે. જૂનમાં એક દિવસ બજાર બંધ રહેશે. જુલાઈ અને ઓગસ્ટમાં કોઈ ટ્રેડિંગ રજાઓ રહેશે નહીં.
  • સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં એક દિવસ બજાર બંધ રહેશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બે ટ્રેડિંગ રજાઓ રહેશે.
  • આમ, રોકાણકારોએ આખા વર્ષ દરમિયાન રજાઓના આધારે તેમની રોકાણ યોજનાઓ બનાવવાની જરૂર પડશે.
  • આજે હોળી માટે બજાર બંધ હોવાથી, સોમવારના ઘટાડા પછી રોકાણકારો થોડી રાહત અનુભવી શકે છે.

વધુ વાંચો: Israel iran US War: ખાડી દેશોમાંથી ભારત આવવા વિમાન સેવા શરૂ, અબૂધાબીથી દિલ્હી મુંબઇ પહોંચી ફ્લાઇટ