મોડી રાત્રે ઇઝરાયલે ઇરાનના તેહરાન પર અનેક બોમ્બ ફેંક્યા. ઇઝરાયલે ઇરાની લશ્કરી ઠેકાણાઓ અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ હુમલાની અસર હવે વિશ્વભરના શેરબજારો પર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટ ઘટ્યો છે.
આ શેર્સમાં ઘટાડો
BSE ટોપ 30 ના તમામ શેર ઘટ્યા છે. L&T માં 2.18% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ પછી, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, કોટક, SBI, બજાજ ફાઇનાન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો
ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો. જેને કારણ તેલના પુરવઠાને લઇને ચિંતા વધી છે. એવામાં WTI Crude Oil એ કિંમત 9.22% વધારીને 74.36 ડોલર પ્રતિ બૈરલ પર પહોંચી ગયા છે. જ્યારે બ્રેંટ ક્રૂડ ઓઇલની કિંમત 8.84 ટકા વધતા આ 75.49 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા. કાચા તેલની કિંમતમાં તેજી થવાથી શેરબજારમાં દબાણ રહેશે અને મોંઘવારી વધી શકે છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket