એશિયાઇ બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા નિશાને ખૂલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 164.72  પોઇન્ટના વધારા સાથે 81,950 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +43.75 પોઇન્ટના વધારા સાથે 25,112 અંકે ખૂલ્યો.

લીલા નિશાનમાં ખૂલ્યું શેરમાર્કેટ 

રોકાણકારોનું ધ્યાન યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નિર્ણય પર રહેશે. ફેડરલ રિઝર્વ આ અઠવાડિયે વ્યાજ દરો અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે. નિષ્ણાતો માને છે કે બેંક વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત, રોકાણકારો સ્પેનમાં યુએસ અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર પણ નજર રાખી રહ્યા છે.


વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ ?

સોમવારે નિક્કી પહેલી વાર 45,000 ના આંકને પાર કરી ગયો. આના કારણે એશિયન બજારોમાં તેજી જોવા મળી. ટોપિક્સ 0.36 ટકા વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. કોસ્પી 0.82 ટકા વધ્યો જ્યારે ASX 200 0.23 ટકા વધ્યો.

આ વધારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પછી આવ્યો. તેમણે કહ્યું કે સ્પેનમાં ચીન સાથે વેપાર વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી છે. જોકે ચીનની માલિકીની TikTokના વિનિવેશ પર 'ફ્રેમવર્ક કરાર'ને કારણે આ ચર્ચા ઝાંખી પડી ગઈ, જેની જાહેરાત યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ દ્વારા મેડ્રિડમાં કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વાણિજ્યિક શરતો પહેલાથી જ નક્કી થઈ ગઈ છે. ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે શરતોની સમીક્ષા કરવા માટે વાટાઘાટો કરવાના છે.

વોલ સ્ટ્રીટ પર આ અઠવાડિયાની ફેડરલ રિઝર્વ બેઠક પહેલા યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા. S&P 500 ઇન્ડેક્સ 0.5 ટકા વધીને 6,615.28 પર બંધ થયો. જે પહેલી વાર 6,600 ને પાર કરી ગયો. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.9 ટકા વધીને રેકોર્ડ 22,348.75 પર પહોંચ્યો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.1 ટકા અથવા 49.23 પોઈન્ટ વધીને 45,883.45 પર પહોંચ્યો.



વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices