આજે શેરબજાર ફરી તેજી તરફ પાછું ફર્યું છે. તે 173 પોઈન્ટ વધીને 82,150 ને પાર કરી ગયું છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ વધીને 25,305 પર પહોંચ્યો છે. અગાઉ, સેન્સેક્સ અને નિફ્ટી લાલ રંગમાં ખુલ્યા હતા. ગઈકાલની જેમ આજે પણ બજાર સવારના સમયે લીલા નિશાન સાથે ખુલ્યું.

બજારે બદલી ચાલ, ઘટાડા બાદ તેજીનો ઉછાળો

વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતોને કારણે આજે સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી. પરંતુ ગણતરીના સમયમાં બજાર તેજી તરફ વધ્યું. આજે શરૂઆતમાં બીએસઈનો ૩૦ શેરનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, સેન્સેક્સ, ૧૧૭ પોઈન્ટ ઘટીને ૮૧,૭૬૨ પર ખુલ્યો હતો. દરમિયાન, એનએસઈનો સંવેદનશીલ ઇન્ડેક્સ, નિફ્ટી ૫૦, ગુરુવારે ૪૧ પોઈન્ટ ઘટીને ૨૫,૨૧૩ પર ખુલ્યો હતો. જો કે થોડી જ મિનિટોમાં બજારે વગે પકડયો અને રોનક પાછી ફરતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. બજાર સતત બીજા દિવસે તેજી જોતા રોકાણકારો ઉત્સાહિત થયા.

વૈશ્વિક બજારની સ્થિતિ

NVIDIA ના CEO જેન્સેન હુઆંગના કથિત કેસને લગતા અહેવાલોને કારણે દક્ષિણ કોરિયાના શેરબજાર સ્થિર સ્તરે ખુલ્યું. કોરિયા એક્સચેન્જ અનુસાર, 12 નવેમ્બરના રોજ KOSPI 0.2% વધીને 5,385.94 પર ખુલ્યું. જોકે, શરૂઆતના વેપારમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ અસ્થિર રહ્યો, KOSDAQ 0.39 ટકા નીચો ટ્રેડિંગ થયો. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 ઊંચો ખુલ્યો, જ્યારે ટોપિક્સ પણ 0.62% વધ્યો. દરમિયાન, ગુરુવારે તાઇવાન શેરબજાર મંદ નોંધ પર ખુલ્યા, જેમાં તાઇએક્સ ઇન્ડેક્સ 0.75% ઘટીને 43,923.12 પર બંધ રહ્યો.


આ પણ વાંચો : Air Travel Cost: દિવાળીમાં ફ્લાઇટ ટિકિટના ભાડા આસમાને, 2020 પછી પહેલીવાર ફ્લાઇટ્સ ઘટી