શેરબજાર ખુલતાની સાથે જ તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો. BSEનો 30-શેરનો બેન્ચમાર્ક સૂચકાંક 'સેન્સેક્સ' 700થી વધુ પોઈન્ટ ઘટીને 73172 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 219 પોઈન્ટના ઘટાડા સાથે 22991 પર ટ્રેડ કરી રહી હતી. માત્ર થોડી જ મિનિટોમાં રોકાણકારોએ માત્ર થોડી મિનિટોમાં અંદાજે ₹4 લાખ કરોડ ગુમાવ્યા.
શેરબજાર ધડામ
સવારે 9.32 કલાકે સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 752.05 પોઇન્ટના ઘટાડા સાથે 73,143.69 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 235.65 પોઇન્ટના ઘટાડા સાથે 22,904.85 અંકે ખૂલ્યો.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો, જ્યારે યુએસ સ્ટોક ફ્યુચર્સ નબળા જણાયા. આનું મુખ્ય કારણ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરી ખોલવાના ઈરાનના પ્રસ્તાવને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફગાવી દેવામાં આવ્યો તે છે. આનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થયો છે અને બજારની ચિંતાઓમાં વધારો થયો છે.
મોટી કંપનીઓના શેર તૂટ્યા
શેરબજારમાં આવેલા કડાકા વચ્ચે વિવિધ શ્રેણીઓમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. મોટી કંપનીઓના શેર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા. BSE લાર્જ-કેપ (LargeCap) શ્રેણીમાં, તમામ 30 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. સૌથી વધુ ઘટાડો HDFC બેંક (1.90%), કોટક બેંક (1.80 %), SBI (1.60%), HUL (1.58%), ટ્રેન્ટ (1.56%), બજાજ ફાઇનાન્સ (1.40 %), રિલાયન્સ 1.35%) અને ICICI બેંક (1.34%) ના શેરમાં જોવા મળ્યો હતો.
બેંકિંગ શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું અને BSE બેંકેક્સ (Bankex) 1.60 % તૂટ્યો હતો. આ ઉપરાંત, IT શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો, જેના કારણે IT ઇન્ડેક્સ 1.10% નીચે સરક્યો હતો.