ગુરુવારે (23 એપ્રિલ) મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે ભારતીય શેરબજારો લગભગ 1 ટકાના ઘટાડા સાથે ખુલ્યા. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિકમાં વિક્ષેપના અહેવાલોએ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો. ICICI બેંક, HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીથી પણ બજાર નીચે ગયું.

શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું 

સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ  545 પોઇન્ટના ઘટાડા સાથે 77,970.79 અંકે ખૂલ્યું., જ્યારે નિફ્ટી 50 129 પોઇન્ટના ઘટાડા સાથે 24,248.55 અંકે ખૂલ્યા. મહત્વનું છે કે  ગયા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ખરાબ રીતે તૂટી ગયું હતું, અને ગુરુવારે પણ વિદેશોમાંથી સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાના સંકેતો મળી રહ્યા છે. હકીકતમાં, અમેરિકાથી જાપાન સુધી વિશ્વભરના શેરબજારોમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે. બુધવારે યુએસ શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું હતું, જ્યારે મોટાભાગના એશિયન બજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.


વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ ? 

જાપાન નિક્કી 600 થી વધુ પોઈન્ટથી વધુ ઘટતો જોવા મળી રહ્યો છે, જ્યારે હોંગકોંગ હેંગ સેંગમાં લગભગ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન, ભારતીય શેરબજાર માટે મુખ્ય સૂચક ગણાતો ગિફ્ટ નિફ્ટી પણ લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યો છે, જે સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડાનો સંકેત આપી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પાછલા ટ્રેડિંગ દિવસે, બુધવારે, શેરબજારમાં દિવસભર ઘટાડો જોવા મળ્યો હતો. BSEનો 30 શેરોવાળો સેન્સેક્સ 79,273 ના પાછલા બંધથી 756 પોઈન્ટ ઘટીને 78,516 પર બંધ થયો હતો. દિવસભરના ઘટાડા પછી NSE નિફ્ટી પણ 198 પોઈન્ટ ઘટીને 24378 પર બંધ થયો. અમેરિકાથી એશિયા સુધી બજારની સ્થિતિ

સૌપ્રથમ, વાત કરીએ તો અમેરિકી બજારની. બુધવારે પણ અમેરિકી શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 340  પોઈન્ટ વધીને બંધ થયો, જ્યારે ડાઉ ફ્યુચર્સ 323  પોઈન્ટ ઘટીને બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ પણ ઘટ્યો, જે રેડ ઝોનમાં બંધ થયો.

એશિયન શેરબજારોની વાત કરીએ તો, ગુરુવારે દિવસની શરૂઆત સમયે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 650  પોઈન્ટ ઘટીને 58952  પર ટ્રેડ થઈ રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ 25889 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે લગભગ ૩૦૦ પોઈન્ટ ઘટીને હતો.

અન્ય એશિયન શેરબજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ લગભગ 1 ટકા ઘટીને 24378 પર બંધ થયો, જ્યારે CAC, DAX અને FTSE-100 ઈન્ડેક્સ બધા જ ઝડપથી ઘટ્યા.