વૈશ્વિક ભૂરાજકીય તણાવમાં વધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે, સોમવારે ભારતીય શેરબજાર પર દબાણના સંકેતો સ્પષ્ટ દેખાય છે. GIFT નિફ્ટીના નબળા સંકેતોને કારણે, નિફ્ટી 50 નીચા સ્તરે ખુલવાની શક્યતા છે.

શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત 

સવારે 9.31 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 875.63 અંકના ઘટાડા સાથે 74,362.36 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 267 પોઇન્ટના ઘટાડા સાથે 

23,376.50 અંકે ખૂલ્યો. 


GIFT નિફ્ટીમાં ઘટાડો, નબળી શરૂઆતનો સંકેત

GIFT નિફ્ટી ફ્યુચર્સ 23,529 ના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા, જે 114.90 પોઈન્ટ - અથવા આશરે 0.49 ટકાના ઘટાડાને દર્શાવે છે. પરિણામે, બજાર નિષ્ણાતો માને છે કે સ્થાનિક બજારમાં નકારાત્મક શરૂઆત થવાની શક્યતા છે.

ઈરાનને ટ્રમ્પની ચેતવણી બાદ તણાવ વધ્યો

યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ભડકી ગયો છે. સોશિયલ મીડિયા દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન માટે સમય સમાપ્ત થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં નિષ્ફળતા ગંભીર પરિણામો તરફ દોરી શકે છે.

આ નિવેદન પછી, વૈશ્વિક બજારોમાં ચિંતા વધી ગઈ છે, અને રોકાણકારો સાવધ થઈ ગયા છે.