અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-અમેરિકા વેપાર સોદા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં PM નરેન્દ્ર મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્યા છે અને બંને દેશો વચ્ચે વેપાર સોદાને આગળ વધારવા અંગે સકારાત્મક સંકેતો આપ્યા છે. બીજી તરફ પીએમ મોદીએ ટ્રમ્પની પોસ્ટ પર ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને નજીકના મિત્રો અને કુદરતી ભાગીદારો તરીકે પણ ગણાવ્યા છે. આ સમાચારોની અસર બુધવારે ભારતીય શેરબજાર પર જોવા મળી..ભારતીય શેરબજાર તેજી સાથે ખૂલ્યું.
લીલા નિશાનમાં ખૂલ્યું શેરમાર્કેટ
શેરબજારમાં તેજી જોવા મળી છે. સવારે 9.31 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 383 પોઇન્ટના વધારા સાથે 81,485.10 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 116.05 પોઇન્ટના વધારા સાથે
