ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે અમેરિકાની એન્ટ્રી થતા એશિયાઇ બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારની વાત કરીએ તો, સવારે 9.30 કલાકે સેન્સેક્સ પોઇન્ટના ઘટાડા સાથે અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી અંકના ઘટાડા સાથે અંક પર ખૂલ્યો.
શું છે વૈશ્વિક બજારમાં સંકેત ?
અમેરિકા અને ઇરાનના 3 પરમાણુ સ્થળો પર હુમલાના દાવા બાદ સોમવારે એશિયાઇ બજારોમાં ઘટાડો જોવા મળ્યો. જેનાથી મિડલ ઇસ્ટમાં વ્યાપક સંઘર્ષની આશંકા વધી ગઇ અને તેલની કિંમતોમાં વધારો થયો. બ્રેન્ટ ક્રૂડ 2.62 ટકા વધીને 79.06 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ 2.75 ટકા વધીને 75.89 ડોલર પ્રતિ બૈરલ પહોંચી ગયો છે. ક્ષેત્રમાં વધતા ભૂ રાજકીય તણાવની વચ્ચે હાલના દિવસોમાં તેલની કિંમતો વધી રહી છે.
જાપાનના નિક્કેઇ ઇન્ડેક્સમાં 0.74 ટકાનો ઘટાડો થયો અને બ્રોડર ટૉપિક્સ ઇન્ડેક્સમાં 0.64 ટકાનો ઘટાડો થયો. કોસ્પીમાં 1.22 ટકાનો ઘટાડો થયો અને એએસએક્સ 200માં 0.76 ટકાનો ઘટાડો થયો.
એશિયાઇ બજારોમાં શરૂઆતી કારોબારી કલાકો દરમિયાન અમેરિકી શેર ફ્યૂચર્સમાં ઘટાડો થયો. ડૉવ જોન્સ વાયદામાં 0.3 ટકાનો ઘટોડો થયો. જ્યારે એસએન્ડપી 500 અને નૈસ્ડેક 100 ફ્યૂચર્સમાં ક્રમશ 0.3 ટકા અને 0.4 ટકાનો ઘટાડો થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket