બુધવારે સ્થાનિક શેરબજારની શરૂઆત સકારાત્મક રહી. શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ 129.93 પોઈન્ટ (0.17 ) વધીને 76,608 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 46.40 પોઈન્ટ (0.19 %) વધીને 23912.15ના સ્તરે પહોંચ્યો હતો. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો છતાં સ્થાનિક બજારમાં ખરીદીનો માહોલ પ્રબળ રહ્યો.

બુધવારે શેરબજારમાં તેજી 

સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 158.22  પોઇન્ટના વધારા  સાથે 76,636.89 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +58.80 પોઇન્ટના ઘટાડા સાથે 23,924.55 અંકે ખૂલ્યો. 

કયા શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો?

સેન્સેક્સના શેરોમાં, ટાઇટન (~1.94%), એમ એન્ડ એમ (1.92%), એટરનલ (1.81%), સન ફાર્મા (1.25%), ઇન્ફોસિસ (0.84%) અને કોટક મહિન્દ્રા બેંક (0.78%) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. વધુમાં, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, મારુતિ, રિલાયન્સ, આઈટીસી, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, એસબીઆઈ અને બીઈએલ પણ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા.

બીજી બાજુ, બજાજ ફાઇનાન્સમાં 1.53% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. લાલ નિશાનમાં ટ્રેડિંગ કરતા અન્ય શેરોમાં ટેક મહિન્દ્રા, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ, HCLટેક, ટ્રેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, NTPC અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી ઓટો (0.63%), નિફ્ટી IT (0.58%), સ્મોલકેપ 100 (0.52%), FMCG (0.42%) અને મિડકેપ 100 (0.33%) માં વધારો જોવા મળ્યો. દરમિયાન, નિફ્ટી બેંક 0.01% ઘટીને થોડો નીચો ટ્રેડિંગ કરી રહ્યો હતો.

એશિયન બજારોમાં મિશ્ર વલણ

બુધવારે એશિયન શેરબજારોએ મિશ્ર ચિત્ર રજૂ કર્યું. જાપાનનો નિક્કી 225 લગભગ 0.5 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો KOSPI 2.31 ટકા ઘટ્યો હતો. આ વાતાવરણ વચ્ચે, રોકાણકારો નોંધપાત્ર રોકાણ કરતા પહેલા વૈશ્વિક વિકાસ પર નજર રાખી રહ્યા છે.