જાપાનથી લઈને દક્ષિણ કોરિયા સુધીના એશિયન શેરબજારોમાં અરાજકતા છવાઈ ગઈ હતી, જ્યારે ભારતીય બજાર માટે મુખ્ય સૂચક ગણાતા ગિફ્ટ નિફ્ટીમાં પણ 200 પોઈન્ટના નોંધપાત્ર ઘટાડા સાથે વેપાર થયો હતો. ત્યારે ભારતીય શેરબજારમાં પણ ઘટાડા સાથે શરૂઆત થઇ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ ખૂલ્યા.
મંગળવારે શેરબજાર લાલ નિશાનમાં ખૂલ્યું
સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 281.87 પોઇન્ટના ઘટાડા સાથે 73,985 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −108.35 પોઇન્ટના ઘટાડા સાથે 23,274 અંકે ખૂલ્યો. ઈરાન-યુએસ તણાવ અને પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતા વચ્ચે નિફ્ટીમાં તીવ્ર ઘટાડો થયો હતો, જ્યારે મોટાભાગના એશિયન બજારો પણ દબાણ હેઠળ રહ્યા હતા.
