26 સપ્ટેમ્બરે એશિયન બજારોમાં ઘટાડા વચ્ચે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફની જાહેરાતથી ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર પડી. ટ્રમ્પે જાહેરાત કરી કે 1 ઓક્ટોબર, 2025 થી, દેશમાં આયાત કરાયેલ "કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન" પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.
લાલ નિશાનમાં ખૂલ્યુ માર્કેટ
સવારે 9.32 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 406.41 પોઇન્ટના ઘટાડા સાથે 80,753.27 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 119 પોઇન્ટના ઘટાડા સાથે 24,771.85 અંકે ખૂલ્યો
બ્રાન્ડેડ દવાઓ પર 100% ટેરિફ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે નવા ટેરિફની જાહેરાત કરી. આ અંતર્ગત બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે, જે 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવશે. જોકે, આ ટેરિફ યુ.એસ.માં દવા ઉત્પાદન પ્લાન્ટ બનાવતી કંપનીઓ પર લાગુ થશે નહીં.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, સોશિયલ ટ્રુથ પર લખ્યું, "1 ઓક્ટોબર, 2025 થી અમલમાં, કોઈપણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ દવા પર 100% ટેરિફ લાગુ પડશે, સિવાય કે કંપની યુ.એસ.માં પોતાનો દવા ઉત્પાદન પ્લાન્ટ બનાવી રહી હોય. જો ઉત્પાદન પહેલાથી જ શરૂ થઈ ગયું હોય, તો દવા પર કોઈ ટેરિફ રહેશે નહીં..
આ ફાર્મા કંપનીના શેર ઘટ્યા
ટ્રમ્પ ટેરિફની જાહેરાત બાદ, પાંચ ભારતીય ફાર્મા શેર, જેમાં ઓરોબિંદો, લુપિન, ડીઆરએલ, સન અને બાયોકોનનો સમાવેશ થાય છે, જેમાં તીવ્ર ઘટાડો થયો છે. અરવિંદો ફાર્મા આજે 1.91% ઘટીને ₹1,076 પર ટ્રેડ કરી રહ્યો છે. લુપિન શેર લગભગ 3% ઘટીને ₹1,918.60 પર ટ્રેડ કરી રહ્યો છે.સન ફાર્માના શેર 3.8% ઘટીને ₹1,580 પર ટ્રેડ કરી રહ્યો છે. સિપ્લાના શેર 2% ઘટ્યા છે. સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ 6%, નેટકો ફાર્મા 5%, બાયોકોન 4%, ગ્લેનફાર્મા 3.7%, ડિવિલાબ 3%, આઈપીસીએ લેબ્સ 2.5% અને ઝાયડસ લાઇફ 2% ઘટ્યા છે. મેનકાઈન્ડ ફાર્મા પણ 3.30% ઘટ્યા છે
વૈશ્વિક બજારોમાં શું છે સંકેતો?
શુક્રવારે એશિયન બજારો નીચા સ્તરે ખુલ્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફર્નિચર, ભારે ટ્રક અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર નવા ટેરિફની જાહેરાત કરી. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૧.૯ ટકા, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૩ ટકા અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ પણ ૦.૩ ટકા ઘટ્યો હતો.
ગુરુવારે સતત ત્રીજા સત્રમાં યુએસ શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. બેરોજગારી લાભના દાવાઓમાં અણધાર્યા ઘટાડા અને GDP વૃદ્ધિમાં તીવ્ર સુધારા પર રોકાણકારોએ પ્રતિક્રિયા આપી. આ ઘટનાઓને કારણે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાઓ વધુ મુશ્કેલ બની ગઈ છે. આનાથી ફેડરલ રિઝર્વ નીતિ અંગે અનિશ્ચિતતા વધી છે. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યો હતો, જ્યારે S&P 500 ઇન્ડેક્સ 0.5 ટકા ઘટીને બંધ થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ 0.38 ટકા ઘટ્યો હતો.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices