અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કર્યા બાદ શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. મંગળવારે ભારતીય શેર બજાર લીલા નિશાનમાં ખૂલ્યું છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +771.77 પોઇન્ટના વધારો થઇને 82,668.56 અંકે ખૂલ્યો હતો. જ્યારે 230.85 પોઇન્ટના વધારા સાથે 25,202.75 અંકે ખૂલ્યો.

ટ્રમ્પના નિર્ણયથી માર્કેટ ઝૂમ્યું 

મહત્વનું છે કે સોમવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સંપૂર્ણ રીતે અને કાયમ માટે સીઝફાયર કર્યુ છે. 12  દિવસથી ચાલી રહેલી જંગનો અંત જણાવ્યો હતો. જે બાદ શેરબજારમાં લીલા નિશાનમાં ખૂલ્યુ.  આ પહેલા સોમવારે બંને પ્રમુખ બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 50 અને સેન્સેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા.

એશિયાઇ બજારોમાં શું છે સંકેત ? 

ઇઝરાયલ અને ઇરાનમાં સીઝફાયરની જાહેરાત બાદ એશિયાના શેર બજારમાં 2.5 ટકાનો વધારા સાથે જોવા મળી. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.5 ટકાનો વધારો થયો. જ્યારે તાઇવાનમાં 2 ટકાની તેજી આવી. જાપાનના નિક્કેઇમાં 1 ટકાથી વધારે તેજી આવી છે. હૈંગ સેંગ અને સ્ટ્રેટસ ટાઇમ્સમાં લગભગ 0.70 ટકાની તેજી આવી,સીઝફાયરના સમાચારો પહેલા અમેરિકાના શેરબજારમાં મજબૂતી જોવા મળી રહી છે. ડૉવ જોન્સ, નૈસ્ડેક અને એસએન્ડપી 500માં લગભગ 1 ટકાનો વધારો થયો છે. 

કાચા તેલની કિંમત ઘટી 

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર સમજૂતી બાદ કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે. કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો તે રાહતની વાત છે. કારણ કે ભારત તેલની જરૂરિયાત પુરી કરવા માટે આયાત પર નિર્ભર છે. કાચા તેલની વધુ કિંમત ઊંચા ભાવ ફુગાવાને વેગ આપી શકે છે અને રાજકોષીય ખાધ વધારી શકે છે. 

ટોપ ગેનર્સ-ટોપ લુઝર્સ શેર 

આ ટોચના લાભાર્થીઓ અને ટોચના નુકસાનકર્તાઓ છે. બજારની તેજીમાં લગભગ તમામ ક્ષેત્રો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓની વાત કરીએ તો, સૌથી વધુ તેજી અદાણી પોર્ટ, એલ એન્ડ ટી અને મહિન્દ્રાના શેરમાં જોવા મળી રહી છે. બીજી તરફ, સરકારી કંપનીઓ એનટીપીસી અને બીઈએલ સવારે 10 વાગ્યે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહી છે.


વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket