એશિયન બજારોમાંથી મળતા સુસ્ત સંકેતો વચ્ચ ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્ર એટલે કે શુક્રવારના રોજ ઘટાડા સાથે ખૂલ્યુ. સેન્સેક્સ સવારે 9.31 કલાકે 226 પોઇન્ટના ઘટાડા સાથે 81,957 અંકે ખૂલ્યું. નિફ્ટી 78.70 પોઇન્ટના ઘટાડા સાથે 24,983.40 અંકે ખૂલ્યું.ઉલ્લેખનીય છે કે ગુરુવારે શેરબજાર લાલ નિશાનમાં જ બંધ થયુ હતું.
માર્કેટ પ્રભાવિત થવાના શું છે કારણો ?
- કંપનીઓના એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1) પરિણામો
- 18 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે ભારતના વિદેશી હૂંડિયામણ અનામત ડેટા
- ભારત-યુકે વેપાર સોદો
- વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ
- FII/DII રોકાણ વલણ
- પ્રાથમિક બજાર પ્રવૃત્તિઓ
વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?
- શુક્રવારે એશિયન બજારોમાં ઘટાડો થયો. જાપાનનો નિક્કી 0.55% ઘટ્યો અને ટોપિક્સ ઇન્ડેક્સ 0.73% ઘટ્યો.
- ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.51% ઘટ્યો.
- દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.14% વધ્યો.
- ગયા અઠવાડિયે અમેરિકામાં બેરોજગારીના દાવા 4,000 ઘટીને 2.17 લાખ થયા, જ્યારે અંદાજ 2.27 લાખ હતો.
- S&P ગ્લોબલ યુએસ કમ્પોઝિટ PMI જુલાઈમાં વધીને 54.6 થયો, જે જૂનમાં 52.9 હતો.
- વોલ સ્ટ્રીટ પર, S&P 500 અને Nasdaq એ નવા રેકોર્ડ બનાવ્યા.
- S&P 500 0.07% વધીને 6,363.35 પર બંધ થયો અને Nasdaq 0.18% વધીને 21,057.96 પર બંધ થયો.
- ડાઉ જોન્સ 0.7% ઘટીને 44,693.91 પર બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket