શ્રાવણના છેલ્લા સોમવારે શેરબજારમાં ધારદાર તેજી જોવા મળી રહી છે. સવારે 9.30કલાકે સેન્સેક્સ +1,074 પોઇન્ટના વધારા સાથે 81,672 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 355 પોઇન્ટના વધારા સાથે 

24,987 અંકે ખૂલ્યો. 

જીએસટી સ્લેબમાં કાપના સંકેતથી માર્કેટમાં જોશ હાઇ


મહત્વનું છે કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં GSTમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. દિવાળી 2025 સુધીમાં નવી પેઢીના GST સુધારા લાગુ કરવાનો સંકેત આપ્યો હતો.  PM મોદીએ કહ્યું હતું કે હવે તેમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) માળખામાં સુધારાનો પ્રસ્તાવ તેમજ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલ આવકવેરા બિલ દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કર પ્રણાલીમાં વ્યાપક ફેરફારો લાવશે. 


 શું છે વૈશ્વિક સંકેત ?

સોમવારે એશિયાના શેરબજારોમાં અમેરિકાની અપેક્ષિત વ્યાજ દર નીતિ પહેલા ઉછાળો આવ્યો હતો. જ્યારે રશિયન પુરવઠા પરના જોખમો થોડા ઓછા થતાં તેલના ભાવમાં ઘટાડો થયો હતો. સામાન્ય જોખમ-બંધ મૂડને કારણે જાપાન અને તાઇવાનના સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જ્યારે ચીની બ્લુ ચિપ્સ 10 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

સોમવારે સવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કી 225 સૂચકાંક 0.7 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ 0.45 ટકા વધ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી સૂચકાંક 1.23 ટકા નીચે હતો. શુક્રવારે યુએસ શેરબજારોમાં ઘટાડો થયો હતો. પ્રોફિટ બુકિંગને કારણે વોલ સ્ટ્રીટમાં ઘટાડો થયો હતો. S&P 500 સૂચકાંક 0.3% ઘટ્યો હતો અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ ફ્લેટ બંધ થયો હતો.


વધુ અપડેટ માટે જુઓ.. https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices