વૈશ્વિક બજારો તરફથી મળેલા સુસ્ત સંકેતો છતાં આજે એટલે કે 19 ઓગષ્ટે ભારતીય શેરબજાર મજબૂત રીતે ખુલ્યા હતા. જિયોના ટેરિફ વધારા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારાથી બજારને ટેકો મળ્યો. આ દરમિયાન રોકાણકારો વ્હાઇટ હાઉસ ખાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચેની ચર્ચા અને યુરોપિયન નેતાઓ સાથેની વાતચીતનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
લીલા નિશાનમાં શેરબજાર
મંગળવારે શેરબજાર લીલા નિશાને ખૂલ્યુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 204 પોઇન્ટના વધારા સાથે 81478 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 24907 અંકે 30.25 પોઇન્ટના નજીવા વધારા સાથે ખૂલ્યો.
પુતિન-ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઈ શકે
વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓ સાથેની મુલાકાત બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે યુક્રેનમાં રશિયાના યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સકી વચ્ચે બેઠક ગોઠવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વ્હાઇટ હાઉસની વાતચીત બાદ, ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને સીધા મળવા તૈયાર છે, જેથી તેમના દેશ પર ચાલી રહેલા આક્રમણને રોકવા માટે પ્રયાસો કરી શકાય.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
એશિયાઇ બજારોમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.33 ટકા અને હોંગકોંગનો હેંગસેંગ 0.04 ટકા તથા જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 0.08 ટકા નીચો રહ્યો
અમેરિકી શેરબજારોમાં સોમવારે સ્થિરતા રહી. રોકાણકારો રિટેલ કંપનીઓની રિપોર્ચ અને ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલના જેક્સન હોલ સમિટમાં આપવામાં આવેલા નિવેદનની રાહ દોઇ રહ્યા છે. એસએન્ડપી 500 લગભગ ફ્લેટ બંધ થયો જ્યારે ડૉવ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.07 ટકા ઘટ્યો.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices