શુક્રવારે ભારતીય શેરબજારની શરૂઆત વધારા સાથે થઇ. સવારે 9.30 કલાકે સેન્સેક્સ +179.20 પોઇન્ટના વધારા સાથે 81,541.06 અંક પર ખૂલ્યુ જ્યારે નિફ્ટી પોઇન્ટના +46.15 (0.19%)today વધારા સાથે 24,839.40અંક પર ખૂલ્યો.
વૈશ્વિક બજારમાં શું છે સંકેત ?
- એશિયાઇ બજારોમાં આજે મિક્સ વલણ જોવા મળી રહ્યું છે. ચીનના સેન્ટ્રલ બેંક પીપુલ્સ બેંક ઓફ ચાઇનાએ આશા મુજબ પોતાની એક વર્ષીય લોન પ્રાઇમ રેટ 3 ટકા અને પાંચ વર્ષીય રેટ 3.5 ટકા પર સ્થિર રાખ્યો છે.
- જાપાનમાં મે મહિની મોંઘવારી વધીને 3.7 ટકા થઇ ગઇ છે. જે એપ્રિલમાં 3.5 ટકા અને રોયટર્સના 3.6 ટકાના અનુમાનથી વધારે છે. વાર્ષિક મોંઘવારી નજીવા ઘટાડા સાથે 3.5 ટકા પર આવી ગઇ છે. જે નવેમ્બર પછી સૌથી નીચા સ્તરે છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.27 ટકા વધ્યો જ્યારે ટોપિક્સ ફ્લેટ રહ્યો.
- દક્ષિણ કોરિયાનો કોસ્પી શરૂઆતમાં વધારા બાદ નજીવા ઘટાડા સાથે 0.014ટકા નીચે આવી ગયો જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 પણ 0.37 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.
- મહત્વનું છે કે અમેરિકાનુ માર્કેટ ગુરુવારે બંધ હતું, પરંતુ મિડલ ઇસ્ટની સ્થિતિને લઇને અમેરિકી સ્ટોક ફ્યૂચર્સ એશિયાઇ સમયમાં થોડા ઘટાડા સાથે જોવા મળ્યા.
- બ્રિટનની સેન્ટ્રલ બેંક ઓફ ઇંગ્લેન્ડએ જૂનની બેઠકમાં 6-3 વોટથી પોતાનો વ્યાજ દર 4.25 ટકા પર સ્થિર રાખ્યો. તેનું કારણ સતત મોંઘવારી વધવી અને વૈશ્વિક અનિશ્ચિતતા જણાવવામાં આવી છે.
19 જૂને શું હતી માર્કેટની સ્થિતિ ?
ગુરુવારે ભારતીય શેરબજાર નબળુ ખુલ્યુ. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો યથાવત રાખવા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ, નિફ્ટી F&O સમાપ્તિ, વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પ્રવૃત્તિ જેવા વગેરે કારણોસર ભારતીય શેરબજાર આજે લાલ નિશાનમાં ખૂલ્યું. સવારે 9.30 કલાકે વાત કરીએ તો, સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે 81,434 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે 24,820 અંકે ખૂલ્યો. જ્યારે બપોરે 3.30 કલાકે પણ લાલ નિશાને જ બંધ થયું હતું, શેરબજાર અંગે 3.30ની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ −82.79 પોઇન્ટના ઘટાડા સાથે 81,239.46 અંકે બંધ થયું જ્યારે નિફ્ટી પોઇન્ટના−68.60 ઘટાડા સાથે 24,743.45 અંક પર બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
