કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સવારે 9.35 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 355 પોઇન્ટના ઘટાડા સાથે 81,645 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 118.50 પોઇન્ટના ઘટાડા સાથે 24,965 અંકે ખૂલ્યો.
ICICI બેંક, HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) માં વેચવાલીથી બજાર નીચે આવી ગયું. ઉપરાંત, રોકાણકારો શુક્રવારે જેક્સન હોલમાં સેન્ટ્રલ બેંકની વાર્ષિક આર્થિક બેઠકમાં યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનની રાહ જોઈ રહ્યા છે.
ગુરુવારે લીલા નિશાને હતુ માર્કેટ
ગુરુવારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારા યોજનાઓ અને S&P દ્વારા સોવરિન રેટિંગ અપગ્રેડને કારણે નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 0.1% અને 0.2% વધ્યા. તે સતત છઠ્ઠા સત્રમાં લીલા રંગમાં રહ્યા. છેલ્લા છ ટ્રેડિંગ સત્રોમાં, નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 2.4% અને 2.2% વધ્યા છે.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ ગુરુવારે પણ 2,546 કરોડ રૂપિયાના ભારતીય શેર ખરીદ્યા. તેઓએ સતત 33મા સત્રમાં ખરીદી કરી. દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FIIs) એ 1,247 કરોડ રૂપિયાના ભારતીય શેર ખરીદ્યા.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?
એશિયન બજારો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વની આગામી નીતિઓ વિશે સંકેતો શોધી રહ્યા છે. દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ 1.06% વધ્યો હતો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.13% વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.33% વધ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.11% ઘટ્યો હતો.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices