અમેરિકા દ્વારા એચવન બી વિઝાના નિયમોમાં ફેરફાર કરાયા જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 181.12 પોઇન્ટના ઘટાડા સાથે 82,445 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −31.55 પોઇન્ટના ઘટાડા સાથે 25,295.50 અંકે ખૂલ્યો.
H1-B વિઝા ફીમાં વધારો
19 સપ્ટેમ્બરના રોજ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક H1-B વિઝા ફીમાં વધારો કરતા નવા આદેશની જાહેરાત કરી. આનાથી H1-B વિઝા પર કામ કરતા હજારો ભારતીય વ્યાવસાયિકોમાં ચિંતા, ગભરાટ અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. દક્ષિણ તમિલનાડુના એક ટેક્ની અરુણ કુમાર (નામ બદલ્યું છે), લગભગ ૧૫ વર્ષથી H1-B વિઝા પર મિશિગનમાં એક વૈશ્વિક કંપનીમાં કામ કરી રહ્યા છે. તેઓ બે અઠવાડિયા માટે તમિલનાડુ આવ્યા હતા અને ૩ ઓક્ટોબરે પાછા ફરવાના હતા. પરંતુ પછી વિઝા ફીમાં વધારાના સમાચાર આવ્યા, જેને તેમણે "ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આંચકો" ગણાવ્યો.
