આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે.સવારે 9.30 કલાકે સેન્સેક્સ 232 પોઇન્ટના વધારા સાથે 84,899 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 63.70 પોઇન્ટના વધારા સાથે 25,903.35 અંકે ખૂલ્યો. 

લીલા નિશાનમાં ખૂલ્યું શેરમાર્કેટ 

અમેરિકી ફેડરલ રિઝર્વના નિર્ણય અને વૈશ્વિક બજારોને મળતા સંકેતોની અસર જોવા મળી છે. એશિયા પ્રશાંત બજારોમાં બુધવારે રોકણકારો ચીનથી આવનારા મહત્વપૂર્ણ ડેટા અને યુએસ ફેડ તરફથી અંતિમ વ્યાજ દરની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી.બજારને અપેક્ષા છે કે ફેડ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની જેમ આ વખતે પણ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે. 

ગઇકાલે શું સ્થિતિ હતી શેરબજારની? 

મહત્વનું છે કે ગઇકાલે ટ્રમ્પના ટેરિફ વોરથી શેરબજાર ક્રેશ થયું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન ખેડૂતોને બચાવવા અને સ્થાનિક ઉત્પાદન વધારવા માટે ભારતમાંથી આયાત થતા ચોખા અને કેનેડાથી ખાતર પર નવા ટેરિફ લાદવાનો સંકેત આપ્યો હતો. જેને લઇને આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું હતું.  30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ સવારે 9.34 કલાકે 589 પોઇન્ટ ઘટીને 84,513 પર ખુલ્યો હતો. ખુલતાની સાથે જ તેમાં ઘટાડો ચાલુ રહ્યો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 50 પણ 25867 પર ખુલ્યો હતો.  સવારે 9.38 વાગ્યે, તે196.70 પોઈન્ટ અથવા 0.76 ટકા ઘટીને 25763 પર ટ્રેડ થઈ રહ્યો હતો.


આ પણ વાંચો- Indigo Crisis: સરકારે ફ્લાઇટ્સમાં 10 ટકાનો ઘટાડો કર્યો...Indigoને થશે આ મોટું નુકસાન