બુધવારે શેરબજાર તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 350 પોઇન્ટના વધારા સાથે 80,585 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 131 પોઇન્ટના વધારા સાથે 24,619 અંકે બંધ થયો. 

સવારે લીલા નિશાનમાં ખૂલ્યું 

વૈશ્વિક બજારમાં જોરદાર તેજી જોવા મળતા ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યુ છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +157.30 પોઇન્ટના વધારા સાથે 80,392 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +69.80 પોઇન્ટના વધારા સાથે 24,557 અંક પર ખૂલ્યો. રોકાણકારોનું ફોકસ આજે કંપનીઓના ત્રિમાસિક પરિણામ, ગ્લોબલ માર્કેટ્સનો સંકેત અને વિદેશી રોકાણકારોના વલણ પર રહેશે.

જુલાઈમાં ફુગાવો ઘટ્યો

કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ઇન્ફ્લેશનનો દર જુલાઈમાં ઘટીને 1.55 ટકા થયો, જે લગભગ આઠ વર્ષમાં તેનો સૌથી નીચો આંકડો છે. જૂનમાં આ આંકડો 2.1 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લી વખત જૂન 2017 માં આના કરતા ઓછો છૂટક ફુગાવો નોંધવામાં આવ્યો હતો. તે મહિને આ આંકડો 1.46 ટકા હતો.

મોંઘવારીમાં નરમાઈ આવવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો છે. ડેટા દર્શાવે છે કે શાકભાજીના ભાવમાં 20.7 ટકાનો ઘટાડો થયો છે, જે સપ્ટેમ્બર 2021 પછીનો સૌથી મોટો ઘટાડો છે.


વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે


બુધવારે એશિયન બજારોમાં રેકોર્ડ. ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.37 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.94 ટકા, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1.3 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.38 ટકા વધ્યો.

જુલાઈમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) ડેટા અપેક્ષા કરતા ઓછો આવ્યા પછી વોલ સ્ટ્રીટ ઇન્ડેક્સ ઊંચા સ્તરે બંધ થયા, જેનાથી રોકાણકારોમાં એવી ચિંતા દૂર થઈ કે ટેરિફ ભાવમાં વધારો કરી રહ્યા નથી. અર્થશાસ્ત્રીઓની અપેક્ષાઓ અનુસાર, જૂનમાં 0.3 ટકાના વધારા પછી CPI ગયા મહિને 0.2 ટકા વધ્યો.

S&P 500 અને Nasdaq Composite મંગળવારે અનુક્રમે 1.1 ટકા અને 1.4 ટકાના વધારા સાથે નવા રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા. ડાઉ જોન્સ 1.1 ટકા વધીને બંધ થયા.


વધુ અપડેટ માટે જુઓ..


https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices