સ્થાનિક શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખૂલ્યા છે. સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 120 પોઇન્ટના ઘટાડા સાથે 82,325 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 28.50 પોઇન્ટના ઘટાડા સાથે અંક પર ખૂલ્યો હતો.
સોમવારે શું હતી બજારની સ્થિતિ ?
ભારતીય શેરબજાર સોમવારે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે ખૂલ્યુ હતું.. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 307 પોઇન્ટના વધારા સાથે 82,496 અંક પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 88.95 પોઇન્ટના વધારા સાથે 25,092 અંક પર ખૂલ્યો હતો. . ત્યારે બપોરે 3.30 કલાકે પણ શેરબજાર લીલા નિશાને જ બંધ થયુ. સેન્સેક્સ 279 પોઇન્ટના વધારા સાથે 82,468 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 100.30 પોઇન્ટના વધારા સાથે 25,103.35 અંકે બંધ થયો.
વૈશ્વિક સંકેતો શું કહે છે ?
મંગળવારે એશિયન બજારોમાં થોડો વધારો જોવા મળ્યો. રોકાણકારો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર નજર રાખી રહ્યા છે, જે બીજા દિવસે પણ ચાલુ રહેશે. સોમવારે લંડનમાં બંને દેશોના અધિકારીઓ મળ્યા હતા. અમેરિકા તરફથી, ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ, વાણિજ્ય સેક્રેટરી હોવર્ડ લુટનિક અને વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે ભાગ લીધો હતો. ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપપ્રધાનમંત્રી હી લાઇફેંગે કર્યું હતું.
આ દરમિયાન જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.5% વધ્યો હતો જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.2% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.3% વધ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX200 ઇન્ડેક્સ 0.49% વધ્યો હતો.
વધુ અપડેટ માટે જુઓ..










