એશિયાઇ બજારમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યું. સવારે 9.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યુ . સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ +113.46 પોઇન્ટના વધારા સાથે 82,505.18 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +32.50 પોઇન્ટના વધારા સાથે 25,136.75  અંક પર ખૂલ્યો..

મંગળવારે શું હતી માર્કેટની સ્થિતિ ?

શેરબજારમાં મંગળવારે ઘટાડાનો દોર જોવા મળ્યો સ્થાનિક શેરબજારમાં સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 120 પોઇન્ટના ઘટાડા સાથે 82,325 અંક પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 28.50 પોઇન્ટના ઘટાડા સાથે અંક પર ખૂલ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. બપોરે 3.30 કલાકની વાત કરીએ તો સેન્સેક્સ 93.80પોઇન્ટના ઘટાડા સાથે 82,351 અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 11.65 પોઇન્ટના ઘટાડા સાથે 25,091 અંક પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારોમાં શું મળે છે સંકેત ?

  • એશિયાઇ બજારોમાં બુધવારે તેજી જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર વાર્તા પર છે. અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે આ વાતચીતને સારી ગણાવી. બંને દેશોના અધિકારીઓ વચ્ચે મંગળવારે પણ ચર્ચા ચાલુ રહી.
  • અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટએ આ વાતચીતથી અલગ થવાની જાહેરાત કરી પરંતુ વાણિજ્ય મંત્રી લ્યુટનિક અને અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર દ્વારા વાર્તા ચાલુ રાખવાની આશા છે. જે જરૂર લાગે તો બુધવારે સુધી ચાલી શકે છએ.
  • આ વચ્ચે જાપાનના નિક્કેઇ ઇડેક્સમાં 0.33 ટકાની વૃદ્ધિ થઇ. જ્યારે બ્રોડર ટૉપિક્સ ઇન્ડેક્સમાં 0.014 ટકાની વૃદ્ધિ થઇ. કોસ્પીમાં 0.56 ટકાની વૃદ્ધિ થઇ અને AX200માં 0.36 ટકાની વૃદ્ધિ થઇ.
  • અમેરિકામાં રાતભર વેપાર ચર્ચાઓને લઇને પોઝિટીવીટી જોવા મળતા શેરબજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. ડોવ જોન્સમાં 0.25 ટકાનો વધારો નોંધાયો. એસએન્ડપી 500માં 0.55 ટકાનો વધારો અને નૈસ્ડેકમાં 0.63 ટકાનો વધારો થયો. બંને ઇન્ડેક્સમાં સતત ત્રીજા સેશનમાં વધારો જોવા મળી રહ્યો છે. 

વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket