નિફ્ટીની વીકલી એક્સપાયરીવાળા દિવસે ભારતીય શેરબજારોમાં મિક્સ સંકેત મળી રહ્યા છે. ત્યારે સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ +117.21 પોઇન્ટના વધારા સાથે 82,632.35 અંક પર ખૂલ્યો છે જ્યારે નિફ્ટી +30.30 પોઇન્ટના વધારા સાથે 25,171 અંક પર ખૂલ્યો છે.
બુધવારે શું હતી સ્થિતિ?
એશિયાઇ બજારમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યું હતો. સવારે 9.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં ખૂલ્યુ . સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ +113.46 પોઇન્ટના વધારા સાથે 82,505.18 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +32.50 પોઇન્ટના વધારા સાથે 25,136.75 અંક પર ખૂલ્યો..
શેરબજાર બુધવારે ફ્લેટ બંધ થયુ હતું. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ પોઇન્ટના +123.42 (0.15%) વધારા સાથે 82,515.14 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી +22.10 (0.088%) પોઇન્ટના વધારા સાથે 25,126.35 અંક પર બંધ થયો. .નિફ્ટી સામાન્ય વધારા સાથે 25150ની નજીવ કારોબાર કરી રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાંથી શું મળે છે સંકેત?
એશિયાઇ બજારોમાં ગુરુવારે મિક્સ કારોબારલ જોવા મળ્યો છે. રોકાણકારોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતનું મૂલ્યાંકન કરી રહેલા ચીન સાથે વેપાર કરાર પૂરો થઇ ગયો છે. ટ્રમ્પે કહ્યું કે ચીનથી આયાત પર કુલ 55 ટકા ટેરિફ લાગુ રહેશે. જે બાદ અમેરિકી વાણિજ્ય સચિવ હૉવર્ડ લુટનિકે તેની પુષ્ટિ કરી છે.
જાપાનના નિક્કેઇ ઇન્ડેક્સમાં 0.75 ટકાનો ઘટાડો થયો છે જ્યારે બ્રોડર ટોપિક્સમાં 0.43 ટકાનો ઘટાડો આવ્યો હતો. ASX200 નકારાત્મક વલણ સાથે ફ્લેટ કારોબાર કરી રહ્યો હતો. જ્યારે કોસ્પી આ ટ્રેન્ડને તોડીને 0.4 ટકા વધ્યો.
અમેરિકી શેર ફ્યૂચર્સમાં ઘટાડો થયો છે. માર્કેટે અસ્થાયી વેપાર સમજૂતી અને તાજા નાણાકીય સ્થિતિના આંતડા પર રિએક્ટ કર્યુ છે. એસએન્ડપી 500 અને નૈસ્ડેક 100થી જોડાયેલા ફ્યૂચર્સમાં 0.2 ટકાનો ઘટાડો થયો. જ્યારે ડૉવ જોન્સ વાયદામાં 0.2 ટકાનો ઘટાડો થયો.
વોલ સ્ટ્રીય પર પ્રમુથ સૂચકકાંત રાત ભર થોડા ઘટાડા સાથે બંધ થયા. હાલમાં આવેલી તેજી બાદ કેટલાક સમય માટે રોકાયા. ડાઉ જોન્સ નકારાત્મક વલણ સાથે ફ્લેટ બંધ થયો. જ્યારે એસએન્ડપી 500 0.27 ટકા ઘટ્યો અને નૈસ્ડેક 0.5 ટકા ઘટીને બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket