વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્તાહે વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ રોકાણકારોનું મનોબળ વધાર્યું છે. ત્યારે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર લીલા નિશાનમાં તેજી સાથે ખૂલ્યું. સવારે 9.31 કલાકે સેન્સેક્સ 144.57 પોઇન્ટના વધારા સાથે 81,693 અંકે ખૂલ્યું. જ્યારે નિફ્ટી 46.20 પોઇન્ટના વધારા સાથે 25,051 અંકે ખૂલ્યો.
લીલા નિશાનમાં ખૂલ્યુ માર્કેટ
નિફ્ટીના કેટલાક ક્ષેત્રોમાં વધારો જોવા મળ્યો. આઈટી, મેટલ, ઓટો, રિયલ્ટી અને ફાર્મા સૂચકાંકો ૦.૫ ટકા સુધી વધ્યા. જ્યારે એફએમસીજી અને પીએસયુ બેંક સૂચકાંકો નીચે ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંક 0.20 ટકા વધ્યો અને નિફ્ટી મિડકેપ 100 સૂચકાંક 0.38 ટકા વધ્યો. બીએસઈ પર ઇન્ફોસિસ, ટીસીએસ અને ટાટા મોટર્સ સૌથી વધુ વધનારા હતા, જ્યારે આઈટીસી, એટરનલ અને એચયુએલ સૌથી વધુ ઘટેલા હતા. GIFT નિફ્ટી ફ્યુચર્સ પણ 74 પોઈન્ટ વધીને 25,179 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
એશિયન બજારોએ પણ મજબૂતી દર્શાવી અને વોલ સ્ટ્રીટના વધારાનો પ્રભાવ અહીં જોવા મળ્યો. ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.01% વધીને નજીવો વધારો થયો. જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ 1.65%, જાપાનનો નિક્કી 0.56% અને દક્ષિણ કોરિયાનો KOSPI 1.15% વધીને બંધ થયો.
યુએસ બજારો રેકોર્ડ સ્તરે
ગઈકાલે રાત્રે યુએસ શેરબજારો રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા. રોકાણકારોને આશા છે કે ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. ડાઉ જોન્સ 1.36% ના વધારા સાથે બંધ થયો, જ્યારે નાસ્ડેક 0.72% અને S&P 500 0.85% વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગયો.
જોકે અમેરિકામાં ઓગસ્ટ મહિના માટે ફુગાવાનો આંકડો (CPI) અપેક્ષા કરતા વધારે હતો. મહિના-દર-મહિનાના આધારે, CPI 0.4% વધ્યો, જ્યારે અંદાજ 0.3% હતો. વાર્ષિક ધોરણે, તે 2.9% હતો, જે અંદાજ મુજબ છે. પરંતુ સાપ્તાહિક બેરોજગારીના દાવાઓનો આ અહેવાલ કરતા વધુ પ્રભાવ પડ્યો. બેરોજગારી લાભો માટે અરજી કરનારા લોકોની સંખ્યા 27,000 વધીને 2.63 લાખ થઈ ગઈ, જે ઓક્ટોબર 2021 પછીનું સૌથી ઉચ્ચ સ્તર છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices