ગુરુવારે 16 ઓક્ટોબર એશિયન બજારોમાં મળેલા વધારા વચ્ચે ભારતીય શેરબજારો ઊંચા ખુલ્યા,. . ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ સવારે 8 વાગ્યે 67પોઈન્ટ વધીને 25470 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે બેન્ચમાર્ક નિફ્ટી-50 માટે સકારાત્મક શરૂઆત દર્શાવે છે.
લીલા નિશાનમાં ખૂલ્યુ માર્કેટ
આજે સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી, સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી પોઇન્ટના વધારા સાથે અંકે ખૂલ્યો.
વિશ્વભરના બજારો લીલા રંગમાં કેમ છે?
એશિયા અને અમેરિકાના શેરબજારો તેજીના મૂડમાં ટ્રેડ થઈ રહ્યા છે. જાપાનનો નિક્કી 225 લગભગ 0.95% વધ્યો, ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.16% વધ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.09 % વધ્યો. આ બજારોમાં આ તેજી વોલ સ્ટ્રીટના મજબૂત સંકેતો અને બેંકિંગ ક્ષેત્રની મજબૂત કમાણી દ્વારા પ્રેરિત છે.
યુએસમાં, મોર્ગન સ્ટેનલી અને બેંક ઓફ અમેરિકાએ બુધવારે મજબૂત ત્રિમાસિક પરિણામોની જાણ કરી, જેનાથી બજારને વેગ મળ્યો. S&P 500 0.40% વધ્યો, ટેક-હેવી નાસ્ડેક 0.66% વધ્યો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.04% ઘટ્યો, જેનાથી રોકાણકારોને વિશ્વાસ મળ્યો કે કંપનીઓ હાલમાં સારી સ્થિતિમાં છે.