ભારત અને ચીનના જૂન મહિનામાં મેન્યુફેક્ચરિંગ PMIના ફાઇનલ આંકજા, અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પૉવેલનું ઇસીબી ફોરમમાં સંબોધન, ગ્લોબલ માર્કેટથી મળતા મિશ્ર સંકેતો, પ્રાઇમરી માર્કેટમાં તેજી અને સંસ્થાગત રોકાણનો ફ્લો જેવા ફેક્ટરને કારણે આજે ભારતીય શેરબજારની ચાલ પ્રભાવિત જોવા મળી છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ +219.51 પોઇન્ટના વધારા સાથે 83,825.97 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી +60.65 પોઇન્ટના વધારા સાથે 25,577.70 અંક પર ખૂલ્યો.
એશિયાઇ બજારોની શું છે સ્થિતિ ?
- જાપાનનો નિક્કેઇ 0.87 ટકા ઘટ્યો જ્યારે ગત સેશનમાં 11 મહિનાના હાઇ સ્તરે પહોંચ્યો હતો.
- ટૉપિક્સ ઇન્ડેક્સ પણ 0.52 ટકાથી નીચે રહ્યો.
- સાઉથ કોરિયામાં કોસ્પી ઇન્ડેક્સ 1.83 ટકા વધ્યો.
- ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.15 ટકા વધ્યો
- હોંગકોંગના માર્કેટમાં રજા હોવાને કારણે ટ્રેડિંગ બંધ રહ્યું
અમેરિકાના બજારોમાં તેજી
- S&P 500 ઇન્ડેક્સ 0.52 ટકા વધીને 6,204.95 પર બંધ થયો.
- Nasdaq 0.47% વધીને 20,369.73 પર પહોંચ્યો.
- Dow Jonesમાં 275.50 પોઇન્ટનો વધારો રહ્યો અને 44,094.77 પર બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket