આજે ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ છે. શેર માર્કેટ આજે લીલા નિશાનમાં ખૂલ્યુ. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 215 પોઇન્ટના વધારા સાથે 82,402 અંકે ખૂલ્યુ હતું જ્યારે નિફ્ટી 59 પોઇન્ટના વધારા સાથે 25,119 અંકે ખૂલ્યો હતો. 


એશિયન બજારોમાં તેજી

  • મહત્વનું છે કે બુધવારે એશિયા-પેસિફિક બજારોમાં મજબૂતી જોવા મળી છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 2.5% વધ્યો. મહત્વનું છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન સાથે એક મોટા વેપાર કરારની જાહેરાત કરી હતી જેના કારણે રોકાણકારોએ ઉત્સાહ દર્શાવ્યો છે.
  • બુધવારે સવારે નિક્કી ઇન્ડેક્સ 1.85% વધ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 1.95%નો વધારો નોંધાયો. 
  • ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.55% મજબૂત હતો.
  •  જ્યારે કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ સ્થિર રહ્યો હતો. 
  • મંગળવારે યુએસ બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું.
  • S&P 500 ઇન્ડેક્સ 0.06% વધીને 6,309.62 ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. 
  • ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 179.37 પોઇન્ટ વધીને 44,502.44 પર બંધ થયો હતો. 
  • નાસ્ડેક કમ્પોઝિટ 0.39% ઘટીને 20,892.69 પર બંધ થયો હતો.   વધુ અપડેટ માટે જુઓ..


https://sandesh.com/stockmarket