ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે આજે સ્થાનિક શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. BSEનો 30-શેરનો બેન્ચમાર્ક સૂચકાંક 'સેન્સેક્સ' 287 પોઈન્ટના ઘટાડા સાથે 72,193 પર ખુલ્યો હતો, જ્યારે NSEનો 50-શેરનો 'નિફ્ટી' 76 પોઈન્ટના ઘટાડા સાથે 22,544 પર શરૂ થયો હતો.
લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર
સવારે 'ગિફ્ટ નિફ્ટી' (GIFT Nifty) 22,632ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે બુધવારના સ્તર કરતાં નીચો છે. નોંધનીય છે કે સપ્ટેમ્બરના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 95 પોઈન્ટ (0.42%) ઘટીને 22,620 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 48 પોઈન્ટ (0.07%) ઘટીને 72,480.29 પર સ્થિર થયો હતો.સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 122.38 પોઇન્ટના ઘટાડા સાથે 72,357.91 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 64.10 પોઇન્ટના ઘટાડા સાથે 22,556.35 અંકે ખૂલ્યો હતો.
આજે સેન્સેક્સ અને નિફ્ટી માટે 22,600નું મહત્વનું સ્તર
ટેકનિકલ વિશ્લેષકોના મતે, 22,600નો આંકડો નિફ્ટી માટે એક મહત્વપૂર્ણ 'સપોર્ટ લેવલ' (આધાર સ્તર) તરીકે કામ કરે છે. જો તે આ સ્તરની ઉપર ટકી રહે તો બજારમાં સુધારાનો પ્રયાસ જોવા મળી શકે છે, જ્યારે તેની નીચે નિર્ણાયક ઘટાડો બજારમાં વધુ નબળાઈનો સંકેત આપી શકે છે. સેન્સેક્સ માટે, 72,000–72,200ની રેન્જને મુખ્ય સપોર્ટ તરીકે જોવામાં આવે છે, જ્યારે 72,700–73,000નો ઝોન તાત્કાલિક 'રેઝિસ્ટન્સ' (અવરોધ) તરીકે કામ કરે છે.
FII દ્વારા મોટા પાયે વેચવાલીથી ચિંતા
30 સપ્ટેમ્બરના રોજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારતીય ઇક્વિટીમાં અંદાજે ₹૧૦,૧૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી (net sell-off) નોંધવામાં આવી હતી. છેલ્લા લગભગ છ મહિનામાં એક જ દિવસમાં કરવામાં આવેલી આ તેમની સૌથી મોટી વેચવાલી હતી. તેની સામે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (DIIs) અંદાજે ₹11272 કરોડના શેરની ખરીદી કરી હતી. સપ્ટેમ્બર મહિના દરમિયાન FIIની કુલ વેચવાલીનો આંકડો અંદાજે ₹44013 કરોડ સુધી પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારોની સ્થિતિ
ગુરુવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનના નિક્કી (Nikkei) સૂચકાંકમાં લગભગ 0.86%નો વધારો થયો હતો, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી (Kospi)માં અંદાજે 0.8%નો ઘટાડો નોંધાયો હતો. યુએસ બજારમાં ડાઉ જોન્સ (Dow Jones) અને S&P 500 નબળા રહ્યા હતા, જ્યારે નાસ્ડેક (Nasdaq) નજીવા વધારા સાથે બંધ થયો હતો.