એશિયાઇ બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે લાલ નિશાનમાં ખૂલ્યું છે. સવારે 9.30 કલાકે શેરબજારની વાત કરીએ તો, 30 શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ 94.73 પોઇન્ટના ઘટાડા સાથે 83,964 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −21.90 પોઇન્ટના ઘટાડા સાથે 25,615 અંક પર ખૂલ્યો. ઇન્ડેક્સમાં ભારે વજન ધરાવતા એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેંક જેવા શેર્સમાં ઘટાડાને કારણે શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેક્ટરમાં નિફ્ટી પીએસયૂ બેંક ઇન્ડેક્સ સૌથી વધારે લાભમાં રહ્યા. જેમાં 0.94 ટકાનો વધારો થયો છે. જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો.
ગ્લોબલ માર્કેટમાં શું છે સંકેત ?
એશિયાઇ બજારોમાં સોમવારે તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સમાં 1.6 ટકાનો વધારો થયો છે. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 1 ટકાનો વધારો થયો છે. કોસ્પીમાં 0.64 ટકાનો વધારો થયો છે તથા એએસએક્સ 200માં 0.19 ટકાનો વધારો થયો છે. શુક્રવારે વોલસ્ટ્રીટમાં પણ વધારો જોવા મળ્યો.
એસએન્ડપી 500 6173.07ના રેકોર્ડ સ્તર પર બંધ થયો. નૈસ્ડેક કંપોઝિટ પણ 0.5 ટકાના નવા વધારા સાથે ઓલટાઇમ હાઇ પર બંધ થયો. જ્યારે ડૉવ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે.
વેપાર નીતિમાં તણાવ વધતા એપ્રિલમાં દાખલ કરાયેલા નીચલા સ્તરોમાં જૂનમાં અમેરિકી ઇક્વિટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જો કે વૈશ્વિક વેપાર વાર્તાઓને લઇને અનિશ્ચિતતાને કારણે તેજીના સ્થાયિત્વ પર અસર પડી રહી છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket