ગુરુવારે શરૂઆતી કારોબારમાં ભારતીય શેરબજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા 2023 પછી પ્રથમ વખત વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાને પગલે વૈશ્વિક બજારો દબાણ હેઠળ હોવા છતાં, સેન્સેક્સ અને નિફ્ટી50 મર્યાદિત દાયરામાં કારોબાર કરી રહ્યા હતા.
શેરબજારની ફ્લેટ શરૂઆત
સવારે 9:21 વાગ્યે, સેન્સેક્સ 64.86 પોઈન્ટ અથવા 0.09% વધીને 74,401.31 પર કારોબાર કરી રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી50 34.60 પોઈન્ટ અથવા 0.15% વધીને 23,252.20 પર પહોંચ્યો હતો. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ખૂલ્યા. સેન્સેક્સ +20.77 પોઇન્ટના વધારા સાથે 74,357.22 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 44.25 પોઇન્ટના વધારા સાથે 23,261.85 અંકે ખૂલ્યો.
વધારો દર્શાવતા શેરો
શરૂઆતી કારોબારમાં નિફ્ટી50 પર ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL), બજાજ ફાઈનાન્સ અને ઈટરનલ (Eternal) મુખ્ય વધારો દર્શાવતા શેરોમાં સામેલ હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં 0.36% અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.42%નો વધારો જોવા મળ્યો હતો.
ઓટો અને મેટલ સેક્ટર મજબૂત
સેક્ટોરલ ઈન્ડેક્સમાં, નિફ્ટી ઓટો અને નિફ્ટી મેટલે સારું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, નિફ્ટી ITમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ગભરાટના કોઈ સંકેત નહીં
ટ્રેડિંગની શરૂઆતમાં, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ ભાવ 74,336ની સરખામણીએ નીચા સ્તરે એટલે કે 74,182 પર ખુલ્યો હતો, પરંતુ તેણે ઝડપથી વલણ બદલી નાખ્યું છે. ટ્રમ્પ દ્વારા સૂચિત 100% ટેરિફ (આયાત જકાત) અંગેની આશંકાઓથી વિચલિત થયા વિના તેમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો. આ અહેવાલ લખાય છે તે સમયે, BSE સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના વધારા સાથે 74,523 પર ટ્રેડ થઈ રહ્યો હતો. NSE નિફ્ટીની વાત કરીએ તો, 50-શેરનો આ સૂચકાંક તેના અગાઉના બંધ ભાવ 23,217ની સરખામણીએ નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો, પરંતુ સેન્સેક્સની જેમ જ તેણે પણ ગતિ પકડી અને 23,300ની સપાટી પાર કરી લીધી.
આ પણ વાંચોઃ 100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા