ગુરુવારે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે. સવારે 9.33 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 154.93 પોઇન્ટના વધારા સાથે 82,012 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 34.20 પોઇન્ટના વધારા સાથે 25,084.75 અંકે ખૂલ્યો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
એશિયન બજારો મિશ્ર શરૂઆત કરી. S&P 500 ઇન્ડેક્સમાં ચાર દિવસના ઘટાડા અંગે રોકાણકારોએ ચિંતા વ્યક્ત કરી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.3 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.07 ટકા નીચે હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઉપર હતો.
ટેકનિકલ શેરોમાં સતત વેચવાલી અને રિટેલ કંપનીઓના મિશ્ર પરિણામોને કારણે બુધવારે વોલ સ્ટ્રીટ મિશ્ર રહ્યો. S&P 500 ઇન્ડેક્સ 0.24 ટકા અને ટેકનોલોજી આધારિત નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.67 ટકા નીચે હતો. જોકે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ઇન્ડેક્સ હકારાત્મક વલણ સાથે લગભગ સ્થિર રહ્યો.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices