એશિયન બજારોના મિશ્ર વલણો વચ્ચે, ભારતીય શેરબજાર શુક્રવારે (23 જાન્યુઆરી) ના રોજ, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, ફ્લેટ ખુલ્યા.. GIFT નિફ્ટી ફ્યુચર્સ સવારે 7:45 વાગ્યે 19 પોઈન્ટ ઘટીને 25,340 પર હતા. સવારે 9.32 કલાકે સેન્સેક્સ +85.23 (0.10%)ના વધારા સાથે 82,392.59 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +37.50 (0.15%) પોઇન્ટના વધારા સાથે 25,327.40 અંકે ખૂલ્યો. રોકાણકારો યુએસ GDP વૃદ્ધિ અને મુખ્ય ફુગાવાના ડેટા પર નજર રાખશે, જે આજે જાહેર થશે. વધુમાં, જાપાની સેન્ટ્રલ બેંકના નાણાકીય નીતિના નિર્ણયથી બજારની ભાવિ દિશા વિશે પણ સંકેત મળવાની અપેક્ષા છે.
વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ ?
શુક્રવારે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં શેરબજારમાં થોડો વધારો થયો હતો. જાપાનની સેન્ટ્રલ બેંક તેની નીતિ બેઠક પહેલા વ્યાજ દરો યથાવત રાખે તેવી અપેક્ષા છે.
