ભારતીય શેરબજારની આજે લીલા નિશાનમાં શરૂઆત થઇ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સવારે 9.31 કલાકની સ્થિતિની જો વાત કરીએ તો, સેન્સેક્સ 175 પોઇન્ટના વધારા સાથે 82,375 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 39.55 પોઇન્ટના વધારા સાથે 25,130.25 અંકે ખૂલ્યો. એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત રીતે ખુલ્યા છે. ત્રિમાસિક પરિણામો પછી, પસંદગીના શેરોમાં તેજી સાથે બજારમાં સકારાત્મક ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
લીલા નિશાનમાં ખૂલ્યુ શેરબજાર
30 શેર ધરાવતો બીએસઈ સેન્સેક્સ કંપનીઓમાં 11 કંપનીઓના શેર લીલા રંગમાં હતા જ્યારે 19 કંપનીઓના શેર લાલ રંગમાં હતા. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનિફ્ટી 50 પણ 25166 પોઈન્ટ પર મજબૂત રીતે ખુલ્યો. આજે ઘણા પરિબળો જેવા કે બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સની દિશા નક્કી કરશે. આમાં પ્રથમ ક્વાર્ટરના પરિણામો, ફેડ ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણીઓ, FII વલણો, પ્રાથમિક બજાર પ્રવૃત્તિઓ અને વૈશ્વિક બજારોના સંકેતોનો સમાવેશ થાય છે.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?
- મંગળવારે એશિયન બજારોમાં ઉછાળો આવ્યો. વોલ સ્ટ્રીટ પર સોમવારે થયેલા વધારાને કારણે આ સ્થિતિ સર્જાઈ.
- મુખ્ય યુએસ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. ટેરિફની ચિંતાઓ છતાં રોકાણકારો કોર્પોરેટ કમાણી અંગે આશાવાદી રહ્યા.
- જાપાનમાં સપ્તાહના અંતે થયેલી ચૂંટણીઓ પછી બજારો ફરી ખુલતા શેરબજારોમાં ઉછાળો આવ્યો. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો.
- બ્રોડર ટોપિક્સ ઇન્ડેક્સ 0.60 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.05 ટકા વધ્યો. જ્યારે ASX 200 બેન્ચમાર્ક 0.12 ટકા વધ્યો.
- વોલ સ્ટ્રીટ પર, S&P 500 અને Nasdaq Composite સોમવારે દિવસ દરમિયાન મજબૂત વધારા સાથે નવા રેકોર્ડ સ્તરે બંધ થયા.
- S&P 500 સોમવારે 0.14 ટકા વધીને 6,305.60 પર અને Nasdaq 0.38 ટકા વધીને 20,974.17 પર બંધ થયા.
- જોકે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ થોડો ઘટીને 0.04 ટકા ઘટીને 44,323.07 પર બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket