26 ફેબ્રુઆરીએ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો ઊંચા સ્તરે ખુલ્યા. આઈટી શેરોમાં ખરીદી બજારને મજબૂત બનાવી રહી છે. વધુમાં ઇન્ડેક્સમાં હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વધારો પણ ટેકો પૂરો પાડી રહ્યો છે. બજાર વિશ્લેષકો કહે છે કે રોકાણકારો વચ્ચે-વચ્ચે નફા-બુકિંગ અને કોઈ નવા સકારાત્મક સંકેતોના અભાવને કારણે સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

તેજી સાથે ખૂલ્યું માર્કેટ 

30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 82418 પર ઊંચો ખુલ્યો. ખુલતા જ તે 82579 પોઈન્ટ પર પહોંચી ગયો. સવારે 9.22 વાગ્યે, તે 25.06 પોઈન્ટ અથવા 0.03  ટકાના વધારા સાથે 82301  પર ટ્રેડ થઈ રહ્યો હતો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 50 પણ 25556 પોઈન્ટના વધારા સાથે 25512.65  પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે 9.25  વાગ્યે  તે 30.15  પોઈન્ટ અથવા 0.12  ટકાના નજીવા વધારા સાથે  25512.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાને ખૂલ્યા. સેન્સેક્સ 34.84 પોઇન્ટના વધારા સાથે 82,310.91 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +28.55 પોઇન્ટના વધારા સાથે 25,511.05 અંકે ખૂલ્યો. 

વૈશ્વિક બજારોમાં તેજી 

ગુરુવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.1 ટકા વધીને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.65 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ શરૂઆતના વેપારમાં 0.8 ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો.

બુધવારે અમેરિકાના મુખ્ય સૂચકાંકો પણ વધારા સાથે બંધ થયા. ટેક કંપનીઓમાં મજબૂતાઈથી બજારને ટેકો મળ્યો. S&P 500 ઇન્ડેક્સ 0.81 ટકા, નાસ્ડેક 1.26 ટકા અને ડાઉ જોન્સ 0.63 ટકાના વધારા સાથે બંધ થયા.


Shani Dev 2026: આ 3 રાશિ 21 માર્ચ સુધીમાં માલામાલ ! શનિદેવ કરાવશે જબરદસ્ત ધનલાભ